સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા
Sonia Gandhi elected as Chairperson of Congress Parliamentary Party | કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ તરીકે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાયા છે. પાર્ટીના સાંસદોની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદીય દળના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તમામ સાંસદોએ સર્વાનુમતે આને મંજૂરી આપી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને સંસદીય દળના વડા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમામ સાંસદોએ સર્વાનુમતે આને મંજૂરી આપી હતી.
રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે!
આ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો. જોકે, રાહુલ ગાંધીએ આ મામલે કહ્યું કે, 'મને વિચારવાનો સમય આપો.'
લોકસભામાં વિપક્ષનું પદ છેલ્લા 10 વર્ષથી ખાલી
લોકસભામાં છેલ્લા 10 વર્ષથી વિપક્ષી નેતાનું પદ ખાલી છે. વર્ષ 2014માં કોંગ્રેસે 44 બેઠકો અને 2019માં 52 બેઠકો જીતી હતી. ભાજપ બાદ સૌથી વધુ બેઠકો કોંગ્રેસે જીતી હતી. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષની ખુરશી નહોતી મળી. વાસ્તવમાં લોકસભમાં વિપક્ષના નેતા બનવા માટે કોઈપણ પાર્ટી પાસે લોકસભાની કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો હોવી જરૂરી છે. એટલે કે 543 બેઠકોમાંથી 54 બેઠકો હોવી જરૂરી છે. કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં પોતાના દમ પર 99 બેઠકો જીતી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને વિપક્ષના નેતાનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. અધીર રંજન ચૌધરીને કોંગ્રેસના નેતા બનાવાયા હતા, પરંતુ તેમ છતાં કોઈ વિપક્ષના નેતા બની શક્યું ન હતું.








