લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગને હટાવાયા, હિન્દુ-મોદી,ભાજપ-RSS પર કરી હતી કોમેન્ટ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના સદનમાં આપેલા ભાષણના કેટલાક ભાગને હટાવવામાં આવ્યો છે. હ

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના સદનમાં આપેલા ભાષણના કેટલાક ભાગને હટાવવામાં આવ્યો છે. હટાવવામાં આવેલા ભાગમાં હિન્દુઓ અને પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ, RSS સહિત અન્ય કોમેન્ટ સામેલ છે.
સંસદ સત્રનો મંગળવાર 2 જુલાઇએ સાતમો દિવસ છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં આભાર પ્રસ્તાવ પર જવાબ આપશે. ભાજપની સંસદીય દળની બેઠક શરૂ થઇ છે.
રાહુલ ગાંધીએ 90 મિનિટના ભાષણમાં મોદી સરકાર પર કર્યા પ્રહાર
લોકસભામાં રાહુલ ગાંધીએ પ્રથમ વખત વિપક્ષના નેતા તરીકે ભાષણ આપ્યુ હતું. 90 મિનિટના ભાષણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ હિંસા કરાવે છે. જે લોકો પોતાને હિન્દૂ કહે છે, તે 24 કલાક હિંસા કરે છે.
રાહુલ ગાંધીના નિવેદન પર વડાપ્રધાન મોદીએ ઉભા થઇને હિન્દૂ સમાજને હિંસક કહેવું ગંભીર વિષય હોવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજી હિન્દૂ સમાજ નથી, ભાજપ હિન્દૂ સમાજ નથી, RSS પુરૂ હિન્દૂ સમાજ નથી.








