મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં અંગ્રેજી દૈનિકની ઓફિસે SIA ટીમના દરોડા 

જમ્મુ કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે જમ્મુ સ્થિત કાશ્મીર

દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં અંગ્રેજી દૈનિકની ઓફિસે SIA ટીમના દરોડા 

જમ્મુ કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે જમ્મુ સ્થિત કાશ્મીર ટાઈમ્સના કાર્યલય પર દરોડા પાડ્યા હતા. એજન્સીએ આ કાર્યવાહી એ આરોપોને આધારે કરી છે, જેમાં ન્યૂઝ પેપરમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના અને દેશ વિરુદ્ધ અસંતોષ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

દરોડામાં SIA એ AK રાઈફલના કારતૂસ, પિસ્ટલના કેટલાક રાઉન્ડ અને હેન્ડગ્રેનેડ પિન સહિત વસ્તુઓ જપ્ત કરી છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ SIA એ આ બાબતે ન્યૂઝ પેપરના તંત્રી અનુરાધા ભસીન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તપાસ તેમની આસપાસની ગતિવિધિઓ સાથે જોડાયેલી છે જે ભારતની સંપ્રભુતા માટે ખતરારૂપ છે. 
 
સૂત્રોએ જણાવ્યું હતું કે SIA ટીમ સવારે રેસિડેન્સી રોડ ઓફિસ પર પહોંચી હતી અને ઘણા કલાકો સુધી શોધખોળ કરી હતી. ટીમે દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની ઝીણવટપૂર્વક સંપૂર્ણ તપાસ કરી હતી. SIA એ ન્યૂઝ પેપર સામે (FIR) નંબર 02/2025 અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 13 હેઠળ નોંધી છે.

SIA અધિકારીઓ લાંબા સમય સુધી ઓફિસની અંદર તપાસ કરી. કાશ્મીર ટાઇમ્સ રાજ્યમાં લાંબા સમયથી ચાલતું અંગ્રેજી દૈનિક હતું, પરંતુ ઘણા સમયથી છાપું બંધ છે. સંસ્થાપક વેદ ભસીનના મૃત્યુ બાદ ન્યૂઝ પેપરનું સંચાલન તેમની પુત્રી અનુરાધા ભસીન અને જમાઈ પ્રમોદ જામવાલ દ્વારા કરવામાં આવતું હતું. હાલ બંને વિદેશમાં છે. જેના લીધે રેસિડેન્સી રોડ ઓફિસ લાંબા સમયથી બંધ છે. SIA એ જણાવ્યું હતું કે પ્રક્રિયા પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો