મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પત્નીની સામે દુકાનદારે 'કાકા' કહીને સંબોધ્યો, ગુસ્સે ભરાયેલ ગ્રાહકે મિત્રો સાથે ઢીબી નાંખ્યો 

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ગ્રાહકે કાપડાના દુકાનદાર સાથે માથાકૂટ થતાં માર માર્યો

પત્નીની સામે દુકાનદારે 'કાકા' કહીને સંબોધ્યો, ગુસ્સે ભરાયેલ ગ્રાહકે મિત્રો સાથે ઢીબી નાંખ્યો 

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ગ્રાહકે કાપડાના દુકાનદાર સાથે માથાકૂટ થતાં માર માર્યો હતો. ઝઘડો થવાનું કારણ માત્ર એટલું હતું કે દુકાનદારે ગ્રાહકને તેની પત્નીની સામે 'કાકા' કહીને સંબોધન કર્યું હતું. આ અંગે પીડિત દુકાનદારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે :  દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ 

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભોપાલના જાટખેડી વિસ્તારમાં સાડીની દુકાન ચલાવતા વિશાલ શાસ્ત્રીએ આરોપ લગાવ્યો છે કે, તેની દુકાને ખરીદી કરવા આવેલા એક ગ્રાહક અને તેના મિત્રોએ સાથે મળીને મારપીટ કરી હતી.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રોહિત નામનો આરોપી શનિવારે તેની પત્ની સાથે વિશાલની દુકાને સાડી ખરીદવા ગયો હતો. આ દંપતીએ ઘણા સમય સુધી ઘણી સાડીઓ જોઈ, પરંતુ તેમને કોઈ સાડી પસંદ આવી નહોતી. આ પછી દુકાનદાર વિશાલે રોહિતને પૂછ્યું કે, તેમને કેટલા બજેટ સુધીની સાડી ખરીદવી છે. ત્યારે ગ્રાહક રોહિતે 1 હજાર રૂપિયા સુધીની રેન્જની સાડી બતાવવા કહ્યું હતું. સાથે કહ્યું કે તે આનાથી મોંઘી સાડી પણ ખરીદી શકે છે.  ગ્રાહકના જવાબ ઉપર દુકાનદાર વિશાલે કહ્યું કે, "કાકા, હું તમને બીજી રેન્જની સાડીઓ પણ બતાવીશ."

દુકાનદારે કાકા કહેતાં જ રોહિત ગુસ્સે થયો અને તેણે વિશાલને ચેતવણી આપી કે, ફરીથી આવું ના બોલે. એ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી રોહિત તેની પત્ની સાથે વિશાલની દુકાનમાંથી સાડીની ખરીદી કર્યા વિના નીકળી ગયો. પરંતુ થોડીવારમાં તે પોતાની સાથે કેટલાક લોકોને લઈનેદુકાન પર આવી ચડ્યો. બધાએ સાથે મળીને વિશાલને દુકાનની બહાર ખેંચીને રોડ ઉપર જ લાતો, મુક્કા અને બેલ્ટ વડે માર માર્યો.  

આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. દુકાનદાર વિશાલને ઈજાઓ થઈ હતી. એ પછી તે નજીકના પોલીસ સ્ટેશને જઈને રોહિત અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી મનીષ રાજ સિંહ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, વિશાલને તબીબી તપાસ અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે રોહિત અને તેના મિત્રો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો