મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘હવે મામા દિલ્હી જશે’, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ ચર્ચામાં

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હવે મામા દ

‘હવે મામા દિલ્હી જશે’, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ ચર્ચામાં

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હવે મામા દિલ્હી જશે અને દિલ્હીમાં પણ ખાલી નહીં જાય. શિવરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શિવરાજ સિંહ વીડિયોમાં કહે છે, “દેશમાં મોદીજી અને અહીં મોહન યાદવજી કામ કરશે અને હવે મામા દિલ્હી જશે અને દિલ્હી પણ ખાલી-પીલી નહીં જાય. દૂબળો-પાતળો જરૂર છું પરંતુ કામ કરાવીને છોડીશ, ચિંતા ના કરતા. અહીંના વિકાસ અને સારા માટે જઇશ.”

કાર્યકર્તાએ શિવરાજ સિંહને કરી અપીલ

આ વચ્ચે એક કાર્યકર્તાએ માંગ કરતા કહ્યું કે, તમારે દિલ્હીથી બે પદ લઇને આવવાનું છે. કૃષિ મંત્રી અને પંચાયત મંત્રી. જેના પર શિવરાજ સિંહ હસવા લાગ્યા હતા અને કહ્યું કે હું તો કાર્યકર્તા છું અને પાર્ટી જે પણ આપશે, પરંતુ જે કામ કરીશ, પુરી પ્રમાણિકતા સાથે કરીશ. હું તો તમારો છું અને તમારી સેવા કરતો રહીશ.

PM મોદીએ પણ શિવરાજ સિંહ ચૌહાણ સાથે જૂની વાતો યાદ કરી

મધ્ય પ્રદેશના બેતુલમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ શિવરાજ સિંહ ચૌહાણ સાથેના જૂના સંબંધને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ છે અને વિદિશાથી અમારા ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ છે. શિવરાજ સિંહ ચૌહાણ અને હું સંગઠનમાં સાથે કામ કરતા હતા. જ્યારે શિવરાજજી મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ મુખ્યમંત્રી હતો અને હું તેમની સાથે જનરલ સેક્રેટરી તરીકે કામ કરતો હતો.”

ભાજપ-જનસંઘનો ગઢ મણાય છે વિદિશા બેઠક

મહત્ત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે શિવરાજ સિંહ ચૌહાણની જગ્યાએ ઉજ્જૈનથી ચૂંટાઇને આવેલા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે. જ્યારે શિવરાજ સિંહને તેમની જૂની બેઠક વિદિશાથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. વિદિશા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ-જનસંઘનો ગઢ મનાય છે. આ બેઠક પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઇને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જેવા દિગ્ગજ નેતા જીત મેળવી ચુક્યા છે. ખુદ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી જીતી ચુક્યા છે.

આ સમાચાર શેર કરો