મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા 2 લોકો મળ્યા હતા અને 160 બેઠક પર જીતનો કર્યો હતો દાવો: શરદ પવાર
NCP (SP)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધનસભા ચૂંટણીને લઇને મોટો દાવો કર્યો છે. શરદ પવ

NCP (SP)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધનસભા ચૂંટણીને લઇને મોટો દાવો કર્યો છે. શરદ પવારે કહ્યું કે 2024 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બે વ્યક્તિઓએ નવી દિલ્હીમાં તેમને મળ્યા હતા. આ બે વ્યક્તિઓએ 288માંથી 160 વિધાનસભા બેઠક પર વિપક્ષની જીતની ગેરંટી આપી હતી.
નાગપુરમાં સંવાદદાતાઓને સંબોધતા શરદ પવારે કહ્યું કે તેમને બન્ને વ્યક્તિઓને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળાવ્યા હતા.શરદ પવારે આ ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને શરદ પવારનો મોટો દાવો
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે દાવો કર્યો હતો, 'મહારાષ્ટ્રમાં 2024 વિધાનસભા ચૂંટણી પહેલા નવી દિલ્હીમાં બે લોકો મને મળ્યા હતા, તેમને વિપક્ષ (મહાવિકાસ અઘાડી)ને 288માંથી 160 બેઠક જીતવામાં મદદની ગેરંટી આપી હતી.' NCP (SP) પ્રમુખે કહ્યું, 'મેં તેમને રાહુલ ગાંધીને મળાવ્યા હતા, તેમને તે બન્ને વ્યક્તિઓને જે કંઇ પણ કહ્યું, તેને નજરઅંદાજ કરી દીધા હતા, તેમનું એમ પણ માનવું હતું કે આપણે આવી ઘટનામાં ના પડવું જોઇએ અને સીધા જનતા પાસે જવું જોઇએ.'
ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 132 બેઠક જીતી હતી
શરદ પવારે દાવો કર્યો કે બન્ને વ્યક્તિઓ જે કઇ પણ કહ્યું તેને વધારે મહત્ત્વ આપ્યું નહતું માટે તેમનુ નામ અને સંપર્ક રાખ્યો નહતો. મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠક જીતી હતી જ્યારે તેની સહયોગી શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)એ 57 અને 41 બેઠક જીતી હતી. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ પોતાની હાર માટે EVMમાં ગડબડ અને ડેટામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મહાવિકાસ અઘાડીએ 2024 લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 48માંથી 30 લોકસભા બેઠક જીતી હતી.








