લો બોલો! ICC ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો, હોટલમાં ઠાઠ માઠથી રહીને સુવિધાઓનો મેળવ્યો લાભ
ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખ્સ હોટલમાં સુખ સુવિધાનો લાભ

ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખ્સ હોટલમાં સુખ સુવિધાનો લાભ મેળવતો હતો.નકલી PA બનીને એક શખ્સ કેટલાક દિવસથી હોટલમાં રોકાયો હતો અને સુવિધાઓનો લાભ ઉઠાવતો હતો. હવે પોલીસે ફરિયાદના આધારે જય શાહના નકલી PAને ઝડપી પાડ્યો છે.
જય શાહનો નકલી PA ઝડપાયો
ICC ચેરમેન જય શાહનો નકલી PA બનીને એક શખ્સ કેટલાક દિવસથી હોટલમાં રોકાયો હતો અને સુવિધાઓનો લાભ મેળવતો હતો. 35 વર્ષીય અમરિંદર સિંહ, જે પંજાબના ફિરોઝપુરનો છે. ખુદને જય શાહનો અંગત સચિવ બતાવીને લોકોને મળતો પણ હતો.
હોટલના માલિકને શક જતા તેને પોલીસને ફરિયાદ કરી હતી અને તે બાદ આરોપી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના હોટલ ઉદયમાનની છે.
અધિકારીઓ પર કામ કરવાનું બનાવતો હતો દબાણ
જય શાહનો નકલી PA બનીને અધિકારીઓ પાસે વિવિધ કામ કરાવવાનો પર્દાફાશ થયો છે. આરોપીની ઓળખ પંજાબના અમરિંદર તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર, અમરિંદર છેલ્લા ત્રણ દિવસથી હરિદ્વારની એક હોટલમાં રોકાયેલો હતો. આ દરમિયાન તેને ખુદ કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહના પુત્ર તેમજ ICC ચેરમેન જય શાહનો PA બતાવીને હરિદ્વારના ઉચ્ચ અધિકારીઓને કોલ કરીને તેમને વિવિધ કામ કરવાનું દબાણ બનાવતો હતો.
આરોપી પાસેથી BCCIનો નકલી કાર્ડ પણ મળી આવ્યું
અમરિંદર પાસેથી BCCIનું એક ફેક આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે જેના પર ICC ચેરમેન જય શાહ અને આરોપી અમરિંદરની તસવીર છે. આઇકાર્ડ પર જય શાહના હસ્તાક્ષર પણ છે. વચ્ચે અશોક સ્તંભ અને BCCIનો લોગો પણ છે. ICCના ચેરમેન બન્યા પહેલા જય શાહ BCCIના સચિવ હતા. પંજાબ પોલીસ પાસેથી અમરિંદરના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવામાં આવી રહી છે.








