મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસમાંથી બરતરફ થવાના સમાચાર પર જાણો શું બોલ્યા સંજય નિરુપમ

મહારાષ્ટ્ર કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને INDIA ગઠબંધન પાર્ટી શિવસેના (ઉ

કોંગ્રેસમાંથી બરતરફ થવાના સમાચાર પર જાણો શું બોલ્યા સંજય નિરુપમ

મહારાષ્ટ્ર કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને INDIA ગઠબંધન પાર્ટી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે પાર્ટીના નેતા સંજય નિરુપમને હાંકી કાઢવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને પાર્ટીની શિસ્ત સમિતિ અંતિમ નિર્ણય લેશે.

એક રિપોર્ટ અનુસાર, સંજય નિરૂપમને પાર્ટીમાંથી બરતરફ કરવાનો ફેસલો કોંગ્રેસ સમિતિની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પહેલા સમિતિએ સ્ટાર પ્રચારકોમાંથી પણ નિરૂપમને હટાવવા માટે જોર મૂક્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે એ કહ્યું હતું, "અમે તેમને સ્ટાર પ્રચારકોમાંથી હટાવી દીધા છે, તેમના ભાષણોને લઈને તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પણ શરુ કરી દીઘી છે."

આ વિવાદનું મૂળ ઉત્તર પશ્ચિમ બેઠક છે જેની પરથી નિરૂપમ ચૂંટણી લડવા માંગે છે. પરંતુ આ બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ અમોલ કીર્તિકરને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ સીટ હાલમાં શિવસેનાના ગજાનન કીર્તિકર પાસે છે, જેમણે 2019ની ચૂંટણીમાં નિરુપમને હરાવ્યા હતા. શિવસેનાના ભાગલા પછી ગજાનન કીર્તિકરે એકનાથ શિંદેનો પક્ષ લીધો.  ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ તેમના પુત્ર અમોલને બેઠક પરથી ઉતાર્યા. ગજાનન કીર્તિકરે હવે કહ્યું છે કે, "તેઓ તેમના પુત્ર સામે ચૂંટણી નહીં લડે."

શિવ સેનાની યાદી બહાર પડ્યા પછી તરત જ નિરૂપમે હતું કે, "કોંગ્રેસે શિવસેના (UBT)ની દબાણ હેઠળ આવવું જોઈએ નહીં કારણ કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી કોંગ્રેસના સમર્થન વિના કોઈપણ બેઠક જીતવા સક્ષમ નથી. શિવસેના મુંબઈમાં છમાંથી પાંચ બેઠકો પર કબજો જમાવવા કોંગ્રેસ પર દબાવ બનાવી રહી છે, તો કોંગ્રેસે આ રીતે દબાણમાં આવવું જોઈએ નહીં. આ કાર્ય કોંગ્રેસ વિરુદ્ધ છે અને શહેરમાં પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર છે."

સંજય નિરુપમે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, "શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકરે કોવિડ દરમિયાન પરપ્રાંતિય મજૂરો માટે મફત ભોજનની પહેલ દરમિયાન લાંચ લીધી હતી, જેને ખીચડી કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે."

આ સમાચાર શેર કરો