'5 કરોડ રૂપિયા આપો, નહીં તો સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું', સલમાન ખાનને લોરેન્સ ગેંગના નામે મળી ફરી ધમકી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર ધમ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. સલમાન ખાન 5 કરોડ રૂપિયા આપે તો સમાધાન કરાવી દઉં. જો નહીં આપે તો બાબા સિદ્દીકીથી પણ ખરાબ હાલત કરશે. મેસેજ કરનાર પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા એક્ટર સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.
આ મેસેજ કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવવા માટે તેણે પૈસા માંગ્યા છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો પૈસા નહીં આપે તો સલમાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.
ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવેલા મેસેજમાં મેસેજ કરનારે દાવો કર્યો હતો કે, "આને હળવાશથી ન લેતા, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગતો હોય તો 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. પૈસા નહીં આપે તો સલમાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈને તપાસ આરંભી દીધી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ મળી ધમકી
સલમાન ખાનને આ ધમકી એવા સમયે મળી છે જ્યારે તેના નજીકના મિત્ર અને એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યાની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. હવે સલમાનને આ ધમકી મળતાં પોલીસ વિભાગ સતર્ક થયો છે.
સલમાન ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી
જણાવી દઈએ કે હાલમાં સલમાન ખાનની સુરક્ષા વધારી Y+ સુરક્ષા આપવામાં આવી છે. સલમાનની સુરક્ષામાં લગભગ 25 સુરક્ષાકર્મીઓ રોકાશે. જેમાં લગભગ 2થી 4 NSG કમાન્ડો અને પોલીસ સુરક્ષાકર્મીઓ હાજર રહેશે.








