મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભુજમાંથી દબોચ્યા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભુજમાંથી દબોચ્યા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઈક સવાર આરોપીઓને પોલીસે શોધી કાઢ્યા છે. એક ટીમ ગુજરાત ગઈ હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતા ના મઢ નજીકથી બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. શર્ટ પહેરેલા આરોપીનું નામ સાગર છે, જ્યારે ટી-શર્ટ પહેરેલા આરોપીનું નામ વિકી ગુપ્તા છે.

એપાર્ટમેન્ટની બહાર બુલેટના નિશાન મળ્યા હતા

રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતું. ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા હતા. એક ગોળી એપાર્ટમેન્ટની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી. સલમાનખાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરે છે. તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ મળી આવ્યા છે.

ફાયરિંગ કરીને આરોપી ક્યાં ભાગ્યા?

પોલીસના જણાવ્યા અનુસાર, સલમાનના ઘરની બહાર ગોળીબાર કરીને શૂટરો બાઈક પર બ્રાંડાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા. બાઇકને ત્યાં જ છોડી દીધી હતી અને થોડે દૂર ચાલીને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર ઓટોરિક્ષા લીધી. આ પછી તેઓ બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચઢ્યા હતા, પરંતુ સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા. આ તમામ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ જોવા મળ્યા હતા.

કેવી રીતે ઝડપાયા

મુંબઈ ક્રાઈમ બ્રાંચ સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને સતત શોધી રહી હતી. આ ઉપરાંત સાયબર ટીમ પાસેથી ડમ્પ ડેટા પણ કાઢવામાં આવ્યો હતો કે, બંને આરોપીઓ ભુજમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી, કારણ કે આ અંગે શંકા હતી કે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ગોળીબાર થઈ શકે છે. આરોપીઓ પ્રોફેશનલ ગુનેગારો છે, તેથી પોલીસે સાવચેતી રાખી અને સ્થાનિક પોલીસની ટીમને સાથે લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરની આગેવાનીમાં એક ટીમ ભુજ પહોંચી હતી.

આ સમાચાર શેર કરો