રશિયાના રાષ્ટ્રપતિ બે દિવસીય ભારતની મુલાકાતે, વિશ્વએ જોઈ PM મોદી અને પુતિનની મિત્રતા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતની જમીન પર પગ મૂક્યા તો તે

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતની જમીન પર પગ મૂક્યા તો તે સમયે PM મોદી તેમને ખાસ આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ હાથ મળાવીને એકબીજાને ભેટ્યા હતા. પુતિનનું એરપોર્ટ પર ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતુ. પછી મોદીએ ટ્વીટ કરી કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા હંમેશા અપેક્ષાઓ પર ખરી ઉતરી છે, જેનો લાભ બંને દેશોના લોકોને મળ્યો છે.
જણાવી દઈએ કે, આજથી વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 7 વાગ્યા પછી દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન એરપોર્ટ પર PM મોદીએ તેમનું ભવ્ય સ્વાગતર કર્યું હતુ. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સન્માનમાં આજે એક પ્રાઇવેટ ડિનરનું પણ આયોજન કર્યું હતુ.
મારા મિત્ર પુતિનનું સ્વાગત કરીને ખુશ છું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત પધારતા તેમનું સ્વાગત કર્યું હતુ. સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી મોદીએ કહ્યું કે, "મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીને ખુશ છું. હું આજે સાંજે અને આવતીકાલે આપણી વાતચીત માટે આતુર છું. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા હંમેશા અપેક્ષાઓ પર ખરી ઉતરી છે, જેનાથી બંને દેશોના લોકોને ફાયદો થયો છે."
પુતિનની સાથે રશિયાનું વિશેષ બિઝનેસ ડેલિગેશન પણ હાજર
રશિયાના પ્રમુખ પુતિનની સાથે એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ભારત પધાર્યું છે. આ બિઝનેસ ડેલિગેશનમાં રાજેશ શર્મા પણ છે, જેમની રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. તેઓ 34 વર્ષથી રશિયામાં રહે છે. રશિયાની ફાર્મા કંપનીઓને ભારત સાથે મોટા કરાર થવાની આશા છે.
PMના નિવાસ સ્થાનેથી પુતિન અને પ્રધાનમંત્રી મોદીની તસવીરો વાયરલ
દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટથી પ્રસ્થાન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તેઓ એક જ કારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાન 7 LKM પહોંચ્યા હતા. જ્યાં પુતિનનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહિંથી આ બંને દિગ્ગજ નેતાઓની તસવીરો સામે આવી છે. જે ભારત અને રશિયાની મિત્રતાની છબી દર્શાવી રહી છે. તે હવે વાયરલ થઈ રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુતિનની આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે, જેમાં S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની છેલ્લી મુલાકાત 6 ડિસેમ્બર, 2021ના રોજ હતી, એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે.
રશિયન સંરક્ષણ મંત્રીને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું
પુતિન આવે તે પહેલા રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષે નેશનલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈ આજે માણેકશૉ સેન્ટર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.








