મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બધું PMOથી સેટિંગ થાય છે, 18મીએ શપથ લઈશ' ; તેજસ્વીએ Exit Pollને નકાર્યા

બિહારમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવવાના છે.

'બધું PMOથી સેટિંગ થાય છે, 18મીએ શપથ લઈશ' ; તેજસ્વીએ Exit Pollને નકાર્યા

બિહારમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવવાના છે. આ પહેલા, બિહાર ચૂંટણીઓ અંગે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એક્ઝીટ પોલના વલણોમાં RJDને ઓછા મત જ્યારે NDA માટે લીડનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે RJD નેતા તેજસ્વી યાદવનું પહેલું નિવેદન સામે આવ્યું છે.

બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આ સર્વે ચૂંટણીમાં સામેલ તમામ અધિકારીઓના દબાણ હેઠળ કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ્સને નકારી કાઢતા તેજસ્વીએ કહ્યું કે, આ બધું પીએમઓ દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે. મતગણતરીના દિવસે અધિકારીઓ પર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ સેમ્પલ સર્વે જાહેર કરતું નથી કે તેના ધારાધોરણો શું છે? તેમણે કહ્યું કે આ વખતે પરિવર્તન થવાનું છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે, અને શપથ ગ્રહણ સમારોહ 18 નવેમ્બરે યોજાશે. ભાજપ અને એનડીએ ગભરાટમાં છે. 

અમારા લોકો મતચોરીને રોકશે, ભલેને ગમે તે બલિદાન આપવું પડે.મતગણતરી પ્રક્રિયામાં બેઈમાની નહીં થવા દઈએ. આ વખતે બિહારમાં નોકરીઓ આપતી સરકાર સત્તામાં આવશે. આપણે કલમનું શાસન સ્થાપિત કરીશું. જો ગણતરી પ્રક્રિયામાં અપ્રમાણિકતા થશે તો લોકો તેનો યોગ્ય જવાબ આપશે. બિહારના લોકો લોકશાહીનો અંત આવવા નહીં દે.
 
તેજસ્વી યાદવે રેકોર્ડ મતદાન માટે બિહારના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે આ વખતે પરિવર્તન આવશે. રેકોર્ડ મતદાન બાદ ભાજપ-એનડીએ વધુને વધુ ગભરાઈ રહ્યા છે. જોકે, એક્ઝિટ પોલમાં એનડીએની લીડ બાદ તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ મુદ્દે કોઈ ગેરસમજમાં નથી કે કોઈ આશાવાદમાં નથી.

તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે આ વખતે તેઓ ક્લીન સ્વીપ હાંસલ કરશે. આ વખતે બિહારમાં પરિવર્તન આવશે. આ મત નીતિશ કુમારને બચાવવા માટે નહીં પરંતુ પરિવર્તન માટે આપવામાં આવ્યા છે. જો બેઇમાની થઈ તો જનતા એનો જવાબ આપશે.

આ સમાચાર શેર કરો