મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હું રાજકારણથી દૂર રહીને ખુશ છું', જાણીતા કોચ-વક્તા અવધ ઓઝાએ આમઆદમી પાર્ટી છોડી

જાણીતા કોચિંગ શિક્ષક અને યુવાનોમાં લોકપ્રિય વક્તા અવધ ઓઝાએ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયાના અમુ

'હું રાજકારણથી દૂર રહીને ખુશ છું', જાણીતા કોચ-વક્તા અવધ ઓઝાએ આમઆદમી પાર્ટી છોડી

જાણીતા કોચિંગ શિક્ષક અને યુવાનોમાં લોકપ્રિય વક્તા અવધ ઓઝાએ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયાના અમુક જ મહિનાઓમાં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો છે અને AAPના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનીને તેમને 'મહાન નેતા' ગણાવ્યા છે.

આપનો આભાર વ્યક્ત કર્યો

નિવૃત્તિની જાહેરાત કરતા અવધ ઓઝાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ લખી, 'આદરણીય અરવિંદ જી, મનીષ જી, સંજય જી, બધા AAP અધિકારીઓ, કાર્યકરો, નેતાઓ, વગેરે, તમારા બધાનો હૃદયપૂર્વક આભાર. તમે મને આપેલા પ્રેમ અને આદર માટે હું તમારો ઋણી રહીશ.

રાજકારણમાંથી નિવૃત્તિ લેવી એ મારો વ્યક્તિગત નિર્ણય છે. અરવિંદ જી, તમે એક મહાન નેતા છો. જય હિન્દ.'

અવધ ઓઝાએ બીજી એક પોસ્ટમાં પટપડગંજના લોકોનો પણ આભાર માન્યો હતો, જ્યાં તેમણે મનીષ સિસોદિયાની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર રવિ નેગી સામે હારી ગયા હતા.

'રાજકારણ મારા માટે યોગ્ય નથી'

તાજેતરમાં એક પોડકાસ્ટમાં અવધ ઓઝાએ પોતાના રાજકારણના અનુભવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું ચૂંટણી લડવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે રાજકારણ તેમના માટે યોગ્ય નથી.'

 તેમણે ઉમેર્યું કે, 'હવે હું રાજકારણથી દૂર રહીને ખુશ છું, કારણ કે હું પક્ષની લાઇનમાં બંધાયા વિના, જે કંઈ પણ બોલવા માંગે છે તે બોલી શકું છું.' નોંધનીય છે કે,ચૂંટણી હાર્યા બાદ ઓઝાનો રાજકારણ છોડવાનો આ નિર્ણય AAP માટે એક નાનકડો ફટકો માનવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો