પુત્રીએ જ સગી જનેતાને માર્યા કુહાડાના ઘા, હત્યા કરી થઈ ફરારઃ પોલીસે આ રીતે ઉકેલ્યો કોયડો
આ દુનિયામાં માતા-પુત્રીના સંબંધને સૌથી મજબૂત સંબંધોમાંનો એક માનવામાં આવે છે. માતા અને પુત્રી વચ્ચે જે ભાવનાત્મક બંધન હોય

આ દુનિયામાં માતા-પુત્રીના સંબંધને સૌથી મજબૂત સંબંધોમાંનો એક માનવામાં આવે છે. માતા અને પુત્રી વચ્ચે જે ભાવનાત્મક બંધન હોય તે કદાચ બીજા કોઈ સંબંધમાં શક્ય નથી. પણ જો કોઈ દીકરી પોતાની માતાના લોહીની તરસી બની જાય તો? બિહારના મોતીહારીથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક દીકરીએ તેની માતાની કુહાડીથી હત્યા કરી દીધી.
શું છે સમગ્ર ઘટના
મોતીહારીના હરસિદ્ધિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની હત્યાનો જ્યારે મોતીહારી પોલીસે ખુલાસો કર્યો ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. આ મહિલાની હત્યા તેની જ પુત્રીએ કરી હતી. દીકરીએ જ તેની માતા પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી નાંખી. દીકરી એટલી ચાલાક હતી કે FSL તપાસ કે અન્ય કોઈ તપાસમાં પોલીસના હાથે ન પકડાય તે માટે તેની માતાની હત્યા કરીને પોતે પહેરેલા કપડાં ધોઈ અને તડકામાં સૂકવવા માટે રાખ્યા. અને ઘરની બહાર નીકળીને તાળું મારી દીધું.
પોલીસે 4 જાન્યુઆરીના રોજ મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો અને પોસ્ટમોર્ટમ કર્યા પછી મૃતદેહ સંબંધીઓને સોંપી દીધો. આ પછી શંકાના આધારે પોલીસે મહિલાની પુત્રીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં ભાંગી પડી. પોતે જ માતાની હત્યા કરી હોવાની પુત્રીએ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી.
પોલીસને મળી સફળતા
પૂર્વ ચંપારણ જિલ્લાના હરસિદ્ધિ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘીવાઢાર ગામના વોર્ડ નંબર 2ની રહેવાસી મંજુ દેવીની હત્યા થઈ ગઈ હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મંજુ દેવીની કુહાડીથી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને મંજુની પુત્રી સોની કુમારીએ જ અંજામ આપ્યો હતો.
આ હત્યા કર્યા પછી સોની કુમારી ઘરેથી ભાગી ગઈ હતી. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. સોનીનો ગામમાં અફેર હતું પરંતુ તેની માતા તેમાં અવરોધરૂપ બની રહી હતી. માતા આ બાબતે સોનીને વારંવાર ટોણા મારતી હતી. જેના કારણે સોની ગુસ્સે ભરાઈને તેની માતાની હત્યા કરી દીધી.






