મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ખડગેના ઘરને આગ લગાડનાર નિઝામના રઝાકારો કોણ હતા? યોગી ઉઠાવી રહ્યા છે આ મુદ્દો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ યુપીના સીએમ

VIDEO: ખડગેના ઘરને આગ લગાડનાર નિઝામના રઝાકારો કોણ હતા? યોગી ઉઠાવી રહ્યા છે આ મુદ્દો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ વિશે કહ્યું હતું કે તેમની ભાષા આતંકવાદીઓ જેવી છે. તેનો જવાબ આપતા યુપી સીએમે કે હું યોગી છું જેના માટે દેશ પ્રથમ આવે છે. પરંતુ મલ્લિકાર્જુન ખડગેએ મારા બદલે તેમના ઘરને આગ લગાડનારા રઝાકારો વિશે બોલવું જોઈએ. ખડગેની માતા, બહેન અને પરિવારના અન્ય સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં રઝાકારો પણ એક મુદ્દો બની ગયા છે. એવું માનવામાં આવે છે કે આનાથી મરાઠવાડા બેલ્ટમાં ધ્રુવીકરણ પણ થઈ શકે છે. જણાવી દઈએ કે રઝાકાર નિઝામની સેનાનું નામ હતું.

આ પણ વાંચોઃ 'ઈંદિરા ગાંધી સ્વર્ગમાંથી પાછા આવશે તો પણ કલમ 370 લાગુ નહીં થાય', અમિત શાહે રાહુલ પર કર્યા પ્રહાર

આ હતી ઘટના

1947માં દેશની આઝાદી બાદ નાના મોટાં લગભગ 500 રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાયું હતું. તમામ રજવાડાઓ સરળતાથી વિલીન થઈ ગયા હતા, પરંતુ જમ્મુ અને કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદમાં થોડી સમસ્યા નડી હતી. હૈદરાબાદ નિઝામના શાસન હેઠળ હતું અને ત્યાં પણ થોડો બળવો થયો હતો. હૈદરાબાદના નિઝામને સમજાવવા તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલના આદેશ પર ઓપરેશન પોલો હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના ઓપરેશન પછી જ હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. જોકે રઝાકારોએ આ ત્રણેય વચ્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. 

રઝાકારોએ કોને નિશાન બનાવ્યા?

રઝાકારોએ તે સમય દરમિયાન ભારતમાં જોડાવાનું સમર્થન કરનારા સામાન્ય નાગરિકો પર અત્યાચાર ગુજાર્યો. આ હિંસાનો ભોગ બનનારા મોટાભાગના લોકો બિન-મુસ્લિમ હતા. મલ્લિકાર્જુન ખડગેએ પણ એક વખત કહ્યું છે કે તેઓ ઘરની બહાર રમતા હતા અને તેમના પિતા ખેતરોમાં કામ કરતા હતા. આ સમયે રઝાકારોના ટોળાએ ઘર પર હુમલો કરી આગ ચાંપી હતી. આ આગચંપીમાં તેમની માતા, બહેન અને પરિવારના અન્ય સભ્યો જીવતા સળગી ગયા હતા. આ હુમલો રઝાકારો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમને નિઝામ દ્વારા ભારતમાં જોડાવાની તરફેણમાં રહેલા લોકોને કચડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરદાર પટેલે અપનાવેલા ઓપરેશન પોલોને કારણે નિઝામ ઝૂક્યા અને 17 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદરાબાદનું વિલિનીકરણ કરવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં રઝાકારોનો મુદ્દો કેમ ઉઠાવાયો?

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના એ ભાગને મરાઠવાડા કહેવામાં આવે છે જે એક સમયે તત્કાલીન હૈદરાબાદનો ભાગ હતો. જ્યાં નિઝામનું શાસન હતું. મોટાભાગના જિલ્લાઓ હિંદુ બહુમતી ધરાવતા હતા, પરંતુ શાસકો મુસ્લિમ હતા. ઔરંગાબાદ, બીડ, હિંગોલી, જાલના, લાતુર, નાંદેડ, ઉસ્માનાબાદ અને પરભણી જેવા જિલ્લાઓ નિઝામના શાસન હેઠળ હતા. કર્ણાટકમાં આવેલું ખરગેનું વરવટ્ટી ગામ પણ તે સમયે હૈદરાબાદ હેઠળ આવતું હતું. તે સમયે કર્ણાટકના કલાબુર્ગી, રાયચુર, કોપ્પલ અને બલ્લારી જેવા વિસ્તારો હૈદરાબાદ રાજ્યનો ભાગ હતા.

આ સમાચાર શેર કરો