મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાન પોલીસે વોન્ટેડ અમરજીત બિશ્નોઈની ઈટાલીમાં કરી ધરપકડ

રાજસ્થાન પોલીસને ગુનાખોરી નાબુદ કરવામાં મોટી સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. રાજસ્થાન પોલીસે વો

રાજસ્થાન પોલીસે વોન્ટેડ અમરજીત બિશ્નોઈની ઈટાલીમાં કરી ધરપકડ

રાજસ્થાન પોલીસને ગુનાખોરી નાબુદ કરવામાં મોટી સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. રાજસ્થાન પોલીસે વોન્ટેડ અમરજીત બિશ્નોઈની ઈટાલીમાં ધરપકડ કરી છે.

અમરજીત બિશ્નોઈના ગુનાના તાર ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે જોડાયેલા છે. તેની ટોળકીએ રાજસ્થાનમાં અનેક ગંભીર ગુના આચર્યા છે. રાજસ્થાન પોલીસ ઘણા સમયથી અમરજીત બિશ્નોઈને શોધી રહી હતી.

રાજસ્થાન પોલીસના એડીજી (ક્રાઈમ) આઈપીએસ એમએન દિનેશે વિદેશમાં મોસ્ટ વોન્ટેડ અમરજીત બિશ્નોઈની ધરપકડની માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે.

દિનેશ MN IPS એ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રોહિત ગોદારા ગેંગના વોન્ટેડ ભાગેડુ અમરજીત બિશ્નોઈને રાજસ્થાનની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે આપેલી માહિતીના આધારે ઈટલીના સિસિલીના ત્રાપાની શહેરમાંથી ઈટાલીની પોલીસે ધરપકડ કરી છે.

રાજસ્થાન પોલીસ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF)ની સૂચના પર ઈટાલીથી પકડાયેલો ભાગેડુ અમરજીત બિશ્નોઈ રાજસ્થાનના બીકાનેરના બીચવાલનો રહેવાસી છે. દસ મહિના પહેલા રાજસ્થાનની સ્થાનિક પોલીસે તેના ચાર સંચાલકોની ધરપકડ કરી હતી.

મીડિયા સાથે વાત કરતા, એડીજી (ક્રાઇમ) દિનેશ એમએનએ જણાવ્યું હતું કે રાજસ્થાન પોલીસની ટીમો છેલ્લા ઘણા દિવસોથી ભાગેડુ અમરજીત સિંહના લોકેશન પર નજર રાખી રહી હતી. ઇટાલી પહોંચ્યા પછી તેના સ્થાન વિશેની માહિતી વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને આપવામાં આવી અને પછી મદદ માટે ઇટાલિયન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો