રાજસ્થાનઃ ભાજપના ધારાસભ્યનું હાર્ટ એટેક્થી નિધન, સલુંબરથી ત્રણ વાર બન્યા હતા વિજયી
રાજસ્થાનના સલુંબરના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું હોવાના આંચકાજનક અહે

રાજસ્થાનના સલુંબરના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું હોવાના આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. ઉદયપુરની એમબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને મોડી રાતે હોસ્પિટલ ખસેડાયા હતા.
ભાજપને થયું મોટું નુકસાન
ભાજપ તરફથી લડીને અમૃતલાલ મીણા સતત ત્રણ વખત ચૂંટણી જીતીને તેઓ ધારાસભ્ય બની ચૂક્યા હતા. તેમના નિધન બાદ હવે રાજસ્થાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 114 થઇ ગઇ છે.
ભાજપના કર્મઠ કાર્યકર હતા
15 સપ્ટેમ્બર 1959ના રોજ જન્મેલા અમૃતલાલ મીણા સતત ત્રીજી વખત સલુંબરથી ધારાસભ્ય બન્યા હતા. 65 વર્ષના મીણા ભાજપના કર્મઠ કાર્યકર હતા. તેમણે પક્ષમાં અનેક મહત્ત્વના પદોએ ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી હતી.








