મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લસણનો શું ભાવ છે? શાકમાર્કેટમાં રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે કરી વાત

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે. તેમણે

VIDEO: લસણનો શું ભાવ છે? શાકમાર્કેટમાં રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે કરી વાત

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું છે કે, લસણનો ભાવ ક્યારેક રૂ. 40 હતો, જે આજે રૂ. 400 પ્રતિ કિગ્રા થયો છે. વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકર્ણની માફક ઉંઘતી ઝડપાઈ છે.

આ પણ વાંચોઃ સંભલ બાદ અમેઠીમાંથી મળ્યું 120 વર્ષ જૂનું શિવ મંદિર, લઘુમતી સમુદાયે કબજો કર્યાનો આરોપ

રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો રજૂ કરતાં મોંઘવારીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકમાર્કેટમાં જુદી-જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે, રાહુલની સાથે અમુક મહિલાઓ પણ છે. જેમાં એક મહિલા કટાક્ષ કરે છે કે, સોનું સસ્તુ હશે પરંતુ લસણ નહીં.

દર વર્ષે મોંઘવારીમાં વધારો

એક મહિલાએ કહ્યું કે, એક સમયમાં બીટ રૂ. 30-40 પ્રતિ કિગ્રાના ભાવે મળતુ હતું, આજે તે 60 રૂપિયે કિલો મળે છે. વટાણા પણ 120 રૂપિયે કિલો થયા છે. રાહુલ ગાંધીને મહિલાઓ ફરિયાદ કરે છે કે, મોંઘવારી દરવર્ષે વધી રહી છે. જેનાથી આર્થિક ખેંચ પડી રહી છે. જીએસટીના લીધે ઘણી ચીજોના ભાવ પણ વધ્યા છે. દિલ્હીમાં ફેબ્રુઆરી, 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં રાહુલ એક્ટિવ મોડ પર છે. આંબેડકર મુદ્દે પણ વિપક્ષે સરકાર વિરૂદ્ધ મોરચો છેડ્યો છે.

આંબેડકરના સન્માન માટે આંદોલન

વિપક્ષ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવી સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યું છે. એવામાં મરાઠાવાડા ક્ષેત્રમાં પરભણી શહેર નજીક સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવા બદલ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા બાદ ધરપકડ કરવામાં આવેલા સોમનાથ સૂર્યવંશીની કસ્ટડીમાં જ હત્યાનો આરોપ પોલીસ પર લાગ્યો છે. રાહુલ ગાંધીએ આ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લીધી હતી. તેના પરિજનોએ પોલીસ પર આરોપ મૂક્યો હતો કે, તે દલિત હોવાથી પોલીસે તેની કસ્ટડીમાં જ હત્યા કરી દીધી છે.

આ સમાચાર શેર કરો