‘માતા સોનિયાના દબાણથી રાહુલ ગાંધી અને પ્રિયંકા પરેશાન’: કંગના રનૌતનો કટાક્ષ

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલી અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંજોગોનો શિકાર છે. વધુમાં કંગનાએ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને પણ નિવેદન આપ્યું છે.
કંગનાએ રાહુલ ગાંધી વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી સંજોગોનો શિકાર બન્યા હોય તેમ લાગે છે. મને નથી લાગતું કે તેમને જેટલા અસફળ બતાવવાની કોશિશ કરવામાં આવે છે, હકીકતમાં એવા છે. બાળકો પોતે જ પરિવારવાદનો શિકાર બની જાય છે. મને લાગે છે કે રાહુલ ગાંધી સાથે પણ આવું જ કંઈક થયું છે. તેઓ રાજકારણ માટે બન્યા જ નથી. રાહુલ ગાંધીએ કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી લગભગ 60 વર્ષના છે અને તેમને વારંવાર યુવાન તરીકે લોન્ચ કરવામાં આવે છે. એટલું જ નહીં કંગના રનૌતે રાહુલ ગાંધીના અંગત જીવન પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ જેને પ્રેમ કરે છે તેની સાથે તે લગ્ન પણ કરી શક્યા નથી. તેમને કોઈપણ દિશામાં સફળતા મળી રહી નથી. મને લાગે છે કે તે ખૂબ જ એકલા છે.
મને રાહુલ અને પ્રિયંકા ગાંધી બંને ગમે છે.
કંગના રનૌતે કહ્યું કે, ‘આ કરવા માટે તેના પર ઘણું દબાણ કરવામાં આવે છે, આ કરો, તેમ કરો…’ કંગના રનૌતે કહ્યું કે, ‘મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આવા લોકોને જોયા છે. કંગના રનૌતે કહ્યું કે તેમણે રાજકારણ સિવાય કંઈક બીજું કરવું જોઈતું હતું. તે તેમાં સફળ થઈ શકે છે. તેમણે કહ્યું કે રાહુલ પાસે રાજકારણમાં આવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કંગના રનૌતે કહ્યું કે મને રાહુલ અને પ્રિયંકા ગાંધી બંને ગમે છે. પરંતુ બંને સંજોગોનો ભોગ બનેલા જણાય છે. કંગનાએ કહ્યું કે હું સરળ ભાષામાં કહું છું કે બંને સારા બાળકો છે. તેમને રાજનીતિથી દૂર રાખવા જોઈએ અને ખુશીથી જીવવા દેવા જોઈએ. બંનેને જોઈને લાગે છે કે તેઓ તેમના જીવનથી પરેશાન છે.
હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરીશ
હજુ પણ સમય છે, માટે આશા છે કે, તેમની માતા તેમને સારી રીતે માર્ગદર્શન આપશે. આ દરમિયાન કંગના રનૌતે પોતાના લગ્ન અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે હું આગામી થોડા સમયમાં મારા પરિવાર અંગે નિર્ણય લઈશ. તેનો ભાવિ પતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હશે કે બહારનો. કંગનાએ પણ આનો જવાબ આપ્યો અને કહ્યું કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરીશ તે નિશ્ચિત છે. પરિવારના સભ્યોએ કહ્યું કે કંગના રનૌત જેની ઈચ્છા કરશે તેની સાથે લગ્ન કરશે. કંગના રનૌત પહેલીવાર ચૂંટણી લડી છે અને તે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ચર્ચા છે કે તેમની સામે કોંગ્રેસ તરફથી પ્રતિભા સિંહ ઉમેદવાર હોઈ શકે છે.
ઈન્દિરા ગાંધીના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ બનાવી
કંગના એ ઈન્દિરા ગાંધી વિશે કહ્યું હતું કે, “મને મહિલાઓ માટે આદર છે. મેં સમાનતાની ભાવના સાથે ઈન્દિરા ગાંધીના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ બનાવી છે. તે ફિલ્મ કોંગ્રેસ અને ભાજપથી પરે છે. આપણા બંધારણ સાથે થયેલી ઇમરજન્સીની ઘટના અને તેનું કારણ શું છે તેના પર એક ફિલ્મ બનાવી છે. અમે આ ફિલ્મ એટલા માટે બનાવી છે કે ભવિષ્યમાં બંધારણ સાથે કોઈ રમત ન કરી શકે.”

