મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Lok Sabha Election 2024: કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બદલ્યો ગેમ પ્લાન, રાયબરેલીથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટેનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. તમામ પક્ષ

Lok Sabha Election 2024: કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બદલ્યો ગેમ પ્લાન, રાયબરેલીથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટેનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. તમામ પક્ષ પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે પ્રથમ તબક્કા માટે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે બીજી તરફ INDIA ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશની કેટલીક બેઠક પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ હજુ સુધી અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી.

આ વચ્ચે સમાચાર છે કે કોંગ્રેસ રાયબરેલી લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી શકે છે. જાણકારી અનુસાર, પાર્ટીના ઉચ્ચસ્તરીય સંગઠનમાં આ વાત પર ચર્ચા થઇ ચુકી છે. પાર્ટી 15 એપ્રિલ બાદ રાયબરેલી બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત કરી શકે છે.

રાયબરેલીથી ગાંધી પરિવારનો જૂનો સંબંધ

રાયબરેલી સાથે ગાંધી પરિવારનો જૂનો સંબંધ છે અને તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીંથી ગાંધી પરિવારના કેટલાક સભ્ય લોકસભા પહોંચ્યા છે. આ બેઠક પર ઇન્દિરા ગાંધી બે વખત જીતીને સાંસદ બન્યા છે. આટલું જ નહીં, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી ચાર વખત જીતીને સંસદ પહોંચ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં જે એકમાત્ર બેઠક પર જીત મેળવી હતી તે રાયબરેલી બેઠક જ હતી.

સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો

આ વખતે સ્વાસ્થ્યના કારણોસર સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પાર્ટીએ તાજેતરમાં તેમણે રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં ગયા બાદ જ તમામની નજર આ વાત પર ટકેલી હતી કે રાયબરેલી બેઠક પર કોણ મેદાનમાં ઉતરશે.

સ્થાનિય નેતા ઇચ્છે છે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે

સોનિયા ગાંધીના ચૂંટણી લડવાના ઇનકાર બાદ સ્થાનિક નેતા અને પાર્ટી સમર્થક રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની માંગ કરી રહ્યાં છે. પોતાની માંગને લઇને તે દિલ્હી પણ ગયા હતા અને પાર્ટી હાઇકમાન સામે પોતાની વાત પણ રાખી હતી.

કોંગ્રેસના નેતાઓમાં સહમતિ બની

રાયબરેલીના ઉમેદવારને લઇને હવે સ્થિતિ લગભગ સ્પષ્ટ થઇ ગઇ છે. સૂત્રો અનુસાર, દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓએ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા પર ચર્ચા કરી છે. સૂત્રોએ જણાવ્યું કે હવે પાર્ટીની અંદર પર આ વાતને લઇને સહમતિ બની ગઇ છે. 15 એપ્રિલ બાદ કોંગ્રેસ ઉમેદવારોની જે યાદી આવશે તેમાં પ્રિયંકા ગાંધીનું નામ પણ સામેલ થઇ શકે છે.

આ સમાચાર શેર કરો