મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની સ્મૃતિમાં નવા ધ્વજ અને પ્રતીકન

રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની સ્મૃતિમાં નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું. આ નવો ધ્વજ અને પ્રતીક, ન્યાય અને લોકશાહીનું પ્રતીક છે, તેની કલ્પના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી હતી. આ ધ્વજ પર અશોક ચક્ર, ભવ્ય સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગ અને બંધારણનું પુસ્તક અંકિત છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પણ હાજર હતા.

રાષ્ટ્રપતિએ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સમ્મેલનને સંબોધિત કર્યુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સમ્મેલનને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાભારતમાં સુપ્રીમ કોર્ટનું સૂત્ર 'યતો ધર્મ તતો જય', નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,  જેનો અર્થ થાય છે, 'જ્યાં ધર્મ છે, ત્યાં વિજય' છે. 

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ' ન્યાય અને અન્યાયનો નિર્ણય કરે છે તે ધર્મ એ શાસ્ત્ર છે. મને આનંદ છે કે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ન્યાય પ્રત્યે શ્રદ્ધા અને આદરની લાગણી આપણી પરંપરાનો એક ભાગ રહ્યો છે.

પેન્ડિંગ કેસ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે - રાષ્ટ્રપતિ

તેમણે કહ્યું, 'આ દેશના દરેક ન્યાયાધીશ અને ન્યાયિક અધિકારીએ સત્ય, ધર્મ અને ન્યાયનું સન્માન કરવાની નૈતિક જવાબદારી છે. આ જવાબદારી ન્યાયતંત્રનો મહત્તવનો  આધારસ્તંભ છે. અમારી પાસે પેન્ડિંગ કેસો છે, જેને આવા સમ્મેલન, લોક અદાલતો વગેરેના માધ્યમ દ્વારા ઉકેલી શકાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, 'પેન્ડિંગ કેસો અને બેકલોગ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે, તેને પ્રાથમિકતા આપવી જોઈએ અને તેનું સમાધાન લાવવું જોઈએ. આ અંગે ચર્ચા કરવામાં આવી છે, અને મને ખાતરી છે કે તે દિશામાં યોગ્ય પરિણામ આપશે.

બળાત્કારના કેસમાં નિર્ણયમાં વિલંબ 

રાષ્ટ્રપતિએ કહ્યું, 'બળાત્કારના કેસમાં નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે. અને વિલંબને કારણે લોકોની સંવેદનશીલતા ઘટી જાય છે. ભગવાન પાસે વિલંબ છે, અંધકાર નથી. કેટલા સમય માટે, 12 વર્ષ, 20 વર્ષ? ન્યાય મળે, ત્યાં સુધી જીંદગી પૂરી થઈ જશે. મુસ્કુરાહટ ખત્મ થઈ જશે. આ અંગે ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ.

આ સમાચાર શેર કરો