મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ - PM Modiએ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ પાઠવી, ઝારખંડમાં 3 દિવસનો રાજકીય શોક

અલગ ઝારખંડ રાજ્યની માગણી માટે આંદોલન કરનારા સૌથી મોટા નેતા દિશામ ગુરુ શિબુ સોરેને આ ફાની દુનિયાને અલવિદા કહી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ - PM Modiએ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ પાઠવી, ઝારખંડમાં 3 દિવસનો રાજકીય શોક

અલગ ઝારખંડ રાજ્યની માગણી માટે આંદોલન કરનારા સૌથી મોટા નેતા દિશામ ગુરુ શિબુ સોરેને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 4 ઓગસ્ટ 2025 ના રોજ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર ઝારખંડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર ગંગારામ હોસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.  

પીએ મોદીએ પણ હોસ્પિટલ જઈને પુષ્પ અર્પણ કર્યા હતા. 

શિબુ સોરેનને રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને દેશભરના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજ્યસભામાં તેમના કાર્યોને યાદ કરીને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ઝારખંડ વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાનસભા ખંડ શિબુ સોરેન અમર રહેના નારાઓથી ગુંજી ઉઠી હતી. પીએમ મોદી પોતે શિબુ સોરેનના અંતિમ દર્શન માટે સર ગંગારામ હોસ્પિટલ જઈને દિશામ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યોને મળીને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

સરાઈકેલાના ધારાસભ્ય અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને દિશામ ગુરુ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના નિધનના દુઃખદ સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. મારંગ બુરુ દિવંગત આત્માને શાંતિ આપે. આ એક યુગનો અંત છે. ઝારખંડ આંદોલન દરમિયાન પર્વતો, જંગલો અને દૂરના ગામડાઓથી લઈને વિધાનસભા સુધી, તમારી સાથે વિતાવેલા ક્ષણોને હું યાદ કરી રહ્યો છું. ગુરુજી, તમે જે રીતે આદિવાસીઓ, મૂળ વતનીઓ અને શોષિત અને પીડિત લોકોના શાહુકાર પ્રણાલી અને માદક દ્રવ્યોના વ્યસન સામેના સંઘર્ષને દિશા આપી તે આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે.

આ સમાચાર શેર કરો