શિબુ સોરેન: 3 વખત CM, ત્રણ વખત કેન્દ્રીય મંત્રી, 35 વર્ષ સુધી સાંસદ; ઝારખંડની રચનામાં પણ ભજવી મોટી ભૂમિકા
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું 81 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. શિબુ સોરેન લાંબા સમયથી બીમારી સામે ઝઝુ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું 81 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. શિબુ સોરેન લાંબા સમયથી બીમારી સામે ઝઝુમતા હતા. બે દિવસ પહેલા જ સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે વેન્ટિલેટર સપોર્ટ પર લેવામાં આવ્યા હતા.
ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા શિબુ સોરેન
શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી 1944માં રામગઢ જિલ્લા (ત્યારે બિહાર)માં થયો હતો. ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા શિબુ સોરેન વર્તમાન સમયમાં ઝારખંડથી રાજ્યસભાના સાંસદ હતા.
પ્રથમ વખત વર્ષ 2005માં તે 10 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા જ્યારે 2 માર્ચથી 12 માર્ચ સુધી તેમને કાર્યકાળ સંભાળ્યો હતો. બીજી વખત વર્ષ 2008-09માં અને ત્રીજી વખત 2009-10માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી.
શિબુ સોરેને ત્રણ વખત કેન્દ્રીય મંત્રી પદની પણ જવાબદારી સંભાળી હતી. વર્ષ 2004,2004-05 અને પછી 2005-06માં ત્રણ વખત કોલસા મંત્રી બન્યા. આ પહેલા વર્ષ 1980-84 અને 1989-99 સુધી તે દુમકાથી લોકસભાના સાંસદ પણ રહ્યાં. વર્ષ 2002થી લઇને 2019 સુધી પણ તેમણે સાંસદ રહ્યાં હતા.
ઝારખંડની રચનામાં શિબુ સોરેનનો મોટો રોલ
શિબુ સોરેને 18 વર્ષની ઉંમરમાં સંથાલ નવયુવક સંઘની સ્થાપના કરી હતી. તે બાદ વર્ષ 1972માં તેમને એકે રોય અને બિનોદ બિહારી મહતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોર્ચાની રચના કરી. અલગ રાજ્ય આંદોલને શિબુ સોરેનને પોતાની ઓળખ અપાવી. જે બાદ 2000માં બિહારથી અલગ ઝારખંડ રાજ્ય બન્યું.
શિબુ સોરેનનો જીવન પરિચય
શિબુ સોરેનના ત્રણેય પુત્ર રાજકારણમાં સક્રિય છે. જોકે, વર્ષ 2009માં સૌથી મોટા પુત્ર દુર્ગા સોરેનનું ધારાસભ્ય રહેતા મોત થયું હતું. તે પોતાની પથારીમાં મૃત હાલતમાં મળ્યા હતા. દુર્ગા સોરેનની પત્ની સીતા સોરેન ભાજપમાં છે, તેમની ત્રણ દીકરી છે. આ સિવાય શિબુ સોરેનના સૌથી નાના પુત્ર બસંત JMMના યૂથ વિંગના પ્રમુખ છે. અંજલિ સોરેન સામાજિક કાર્યકર્તા છે.
હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ ધારાસભ્ય છે અને ગાંડેય બેઠકની જવાબદારી સંભાળી રહ્યાં છે. હેમંત અને કલ્પના સોરેનના બે પુત્ર નિખિલ અને અંશ છે. કલ્પના સોરેન બીટેક અને MBA છે.








