Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Former Jharkhand CM Shibu Soren passes away

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, લાંબી બીમારી બાદ 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, લાંબી બીમારી બાદ 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સોર્સ : gstv

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની લાંબી બિમારી બાદ આજે નિધન થયું હતું. દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી. આજે હું શૂન્ય થઇ ગયો

App Store

શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષના હતા.  

રાજકીય કરિયરની શરૂઆત

શિબુ સોરેન 1977માં પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી હારી ગયા હતા પરંતુ બાદમાં 1980માં દુમકાથી પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. તે બાદ તે 1989,1991 અને 1996માં પણ લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. તે 2002માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને તે વર્ષે લોકસભા પેટા ચૂંટણીમાં ડ્યુમા બેઠક જીત્યા બાદ તેમને પોતાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

મનમોહનસિંહ મંત્રીમંડળમાંથી રાજીનામું

2004માં ફરીથી ચૂંટાયા બાદ શિબુ સોરેન મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કોલસા મંત્રી હતા, પરંતુ 30 વર્ષ જૂના ચિરુડીહ કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી થયા બાદ તેમને રાજીનામું આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

23 જાન્યુઆરી 1975ના રોજ 10 લોકોની હત્યાના 69 અન્ય આરોપીઓની સાથે તેમના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી થયા બાદ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. શિબુ સોરેને જુલાઇ 2004માં રાજીનામું આપી દીધુ હતું અને જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. 8 સપ્ટેમ્બર 2004માં જામીન પર મુક્ત થયા બાદ તેમને ફરી મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા તથા 27 નવેમ્બર 2004માં તેમને કોલસા મંત્રાલય પરત સોપવામાં આવ્યું હતું.

ટોપિક્સ:shibu sorendeathindiajharkhand