મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રશાંત કિશોરને પટણા હાઈકોર્ટમાં હાજર થવા આદેશ, અશોક ચૌધરી માનહાનિ કેસમાં સમન્સ

બિહારની રાજનીતિમાં એનડીએ ગઠબંધનના પાંચ મોટા નેતાઓ સમ્રાટ ચૌધરી, મંગલ પાંડે, અશોક ચૌધરી, દિલીપ જયસ્વાલ

પ્રશાંત કિશોરને પટણા હાઈકોર્ટમાં હાજર થવા આદેશ, અશોક ચૌધરી માનહાનિ કેસમાં સમન્સ

બિહારની રાજનીતિમાં એનડીએ ગઠબંધનના પાંચ મોટા નેતાઓ સમ્રાટ ચૌધરી, મંગલ પાંડે, અશોક ચૌધરી, દિલીપ જયસ્વાલ અને સંજય જયસ્વાલ સામે વિવિધ આરોપો લગાવીને બિહારના રાજકારણમાં ધમાલ મચાવી રહેલા જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરને પટણા હાઈકોર્ટમાંથી સમન્સ આવી ગયું છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જૂનમાં JDUના મંત્રી અશોક ચૌધરી દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસના સંદર્ભમાં કિશોરને 17 ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

જન સૂરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો હતો કે, અશોક ચૌધરીએ પૈસા આપીને પુત્રી સંભવી ચૌધરી માટે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસની (LJP-R) માંથી તેમની પુત્રી સંભવી ચૌધરીને લોકસભા ચૂંટણી ટિકિટ ખરીદી હતી. એ પછીથી તે સમસ્તીપુરથી સાંસદ બની. પ્રશાંત કિશોરે આવું નિવેદન આપવા બદલ અશોક ચૌધરીએ શરૂઆતમાં માનહાનિની નોટિસ મોકલી હતી. એ પછી પટણા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પ્રશાંત કિશોર સામે દાખલ કરાયેલો આ પહેલો માનહાનિનો કેસ હતો. ગઈકાલે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સંજય જયસ્વાલે પણ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
 
પ્રશાંત કિશોરે ગત શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સમ્રાટ ચૌધરી, મંગલ પાંડે, અશોક ચૌધરી, દિલીપ જયસ્વાલ અને સંજય જયસ્વાલ સામે નવા આરોપો લગાવ્યા હતા. પીકેએ અશોક ચૌધરી પર શાંભવીની સગાઈથી લગ્નના સમયગાળામાં પટણામાં 38 કરોડ રૂપિયાની કિંમતના પાંચ પ્લોટ ખરીદવાનો અને બે વર્ષમાં 200 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ એકત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટી વતી જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે ચૌધરીને આ આરોપો અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે.

અશોક ચૌધરીના વેવાણને પણ ફસાવ્યા

પ્રશાંત કિશોરે હવે અશોક ચૌધરી સામે 200 કરોડનો બોમ્બ વિસ્ફોટ કર્યો છે, જેમાં શામ્ભવીના પતિ અને સાસુને પણ ફસાવ્યા છે. પ્રશાંત કિશોરે બેનામી સંપત્તિ મેળવવાના આરોપમાં અશોકની પત્ની નીતા ચૌધરી, પુત્રી શાંભવી ચૌધરી, જમાઈ સાયન કુણાલ અને વેવાણ અનિતા કુણાલને લપેટી લીધા છે. અશોક ચૌધરીએ તાજેતરના આરોપો પર પ્રશાંત કિશોરને ₹100 કરોડની માનહાનિની ​​નોટિસ મોકલી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરના દાવાઓ એકદમ ખોટા છે. શાંભવીએ તેમના ચૂંટણી સોગંદનામામાં જણાવ્યા મુજબ તેમની કાયદેસર આવક અને સંસાધનોમાંથી જમીન ખરીદી હતી. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તેમની પત્ની નીતા અને તેમનાવેવાણ અનિતા વચ્ચે બેંકિંગ વ્યવહારોના દાવા પણ ખોટા છે.

આ સમાચાર શેર કરો