મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

960 કરોડના ખર્ચે બનેલા દેશના સૌથી પહેલા સાઉન્ડપ્રૂફ હાઈવેના બદહાલ, નીતિન ગડકરીએ કર્યું હતું નિરીક્ષણ

મધ્ય પ્રદેશના સિવનીમાં 960 કરોડના ખર્ચે બનેલા NH-44 ના 28 કિલોમીટરના ભાગન

960 કરોડના ખર્ચે બનેલા દેશના સૌથી પહેલા સાઉન્ડપ્રૂફ હાઈવેના બદહાલ, નીતિન ગડકરીએ કર્યું હતું નિરીક્ષણ

મધ્ય પ્રદેશના સિવનીમાં 960 કરોડના ખર્ચે બનેલા NH-44 ના 28 કિલોમીટરના ભાગની હાલત ખરાબ છે. ઉદ્ઘાટનના લગભગ ત્રણ વર્ષ બાદ દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે. હાઈવેના બે ભાગોમાં રસ્તા એ રીતે તૂટી ગયા છે કે 50 મીટરના ભાગમાં બેરિકેડિંગ કરીને રિપેર કરવામાં આવી રહ્યાં છે.

પેન્ચ ટાઈગર રિઝર્વથી પસાર થનાર હાઈવેના 28 કિ.મીના ભાગને બનાવવામાં જ 960 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ હાઈવે 2021માં ખૂબ ચર્ચામાં આવ્યો હતો કેમ કે તે દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઈવે છે જેની બંને બાજુ એક ખાસ મેટલની શીટ લગાવવામાં આવી છે જેનાથી ગાડીઓના અવાજ જંગલ સુધી ન જાય.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ કર્યું હતું નિરીક્ષણ

આ હાઈવેથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. 9 કિ.મીની એલિવેટેડ રોડની નીચે જાનવરોની અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવ્યા છે. હાઈવેના આ ભાગને બનાવવાનું કામ ચાલુ હતુ તે દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ બે વખત નિરીક્ષણ કર્યું હતું પરંતુ તેમ છતાં હાઈવેની ખરાબ હાલત છે. 

સવાલોમાં ઘેરાઈ કંપની અને NHAI

રસ્તામાં ઘણા સ્થળોએ ખાડા એટલા વધુ છે કે મુસાફરોને પસાર થવામાં ખૂબ તકલીફ પડે છે. હાઈવેના અમુક ભાગમાં ખબર જ પડતી નથી કે રસ્તાની વચ્ચે ખાડા છે કે ખાડાની વચ્ચે રસ્તો છે. હાઈવેની આ દુર્દશા માટે નિર્માણ કરનારી કંપની પર તો સવાલ ઉઠે જ છે સાથે જ સવાલ નીતિન ગડકરી હેઠળ કામ કરતી NHAI પર પણ ઉઠે છે. 

મામલો મીડિયામાં આવ્યો તો એક સ્થળે રિપેરીંગનું કામ શરૂ થઈ ગયુ છે. પરંતુ મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે કેવી રીતે ઉદ્ઘાટન બાદ આટલા ઓછા સમયમાં આ હાઈવેમાં ખાડા પડી ગયા.

આ સમાચાર શેર કરો