મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક ઉમેદવારને 8 વખત મતદાન પર એક્શન; પોલિંગ પાર્ટી સસ્પેન્ડ; ફરી વોટિંગ થશે

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એટામાં ફેક વોટિંગનો વીડિયો વા

એક ઉમેદવારને 8 વખત મતદાન પર એક્શન; પોલિંગ પાર્ટી સસ્પેન્ડ; ફરી વોટિંગ થશે

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એટામાં ફેક વોટિંગનો વીડિયો વાયરલ થવા પર એક્શન લીધુ છે. એટામાં ખોટા મતદાનનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે આ મામલે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે.

ફેક મતદાન કરનાર 17 વર્ષનો સગીર છે. એક બાદ એક આઠ વખત એક જ પાર્ટીના ઉમેદવારને મત આપ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં મતદાન કરવાની ઉંમર 18 વર્ષ છે. વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષે આરોપ લગાવતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને ફર્રૂખાબાદ લોકસભા બેઠકની એટાની અલીગંજ વિધાનસભાના બૂથ સંખ્યા 343 પ્રાથમિક શાળા ખિરિયા પમારાનની ઘટના હોવાનું જાણવા મળ્યું હતું. 

ઘટના સામે આવ્યા બાદ ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધી છે. બૂથ પર ફરી મતદાન કરવામાં આવશે.

વાયરલ વીડિયો પર ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ સમાજવાદી પાર્ટી મીડિયા સેલની એક ફરિયાદ પર કાર્યવાહી કરી છે જ્યાં તેમને એટાના એક મતદાન કેન્દ્ર પર એક યુવક દ્વારા 8 વખત મત આપવાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

સપાએ પોતાની ફરિયાદમાં લખ્યુ- '8-8 વખત એક જ યુવક મત આપી રહ્યો છે, તમામ મત ભાજપને આપ્યા છે. એક વ્યક્તિ એક જ મત આપી શકે છે તો એક જ યુવકે 8 મત કેવી રીતે નાખી દીધા? આ તો માત્ર એક વીડિયો છે, આવી અનેક ઘટનાઓ બની છે જે સામે આવી શકી નથી. શું આ નિષ્પક્ષ ચૂંટણી થઇ રહી છે? ભારતીય ચૂંટણી પંચ જવાબ આપે'.

અખિલેશ યાદવ-રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતા સવાલ

અખિલેશ યાદવ દ્વારા પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ભાજપની બૂથ કમિટી ખરેખર લૂટ કમિટી છે. અન્ય પક્ષોએ પણ ભાજપ પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. અખિલેશે શેર કરેલા વીડિયોને રાહુલ ગાંધીએ પણ રિટ્વીટ કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ પોતાની હાર જોઇ ગઇ હોવાથી સરકારી તંત્રનો ઉપયોગ કરીને લોકશાહીને લૂંટવા માગે છે. કોંગ્રેસે ટ્વીટ કરીને ચૂંટણી પંચને ટેગ કરીને કહ્યું હતું કે ચૂંટણી પંચજી હવે તો જાગો. 

આ સમાચાર શેર કરો