મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અખિલેશ-માયાવતીએ કર્યું વન નેશન વન ઇલેક્શનનું સમર્થન, કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

મોદી કેબિનેટે 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંસદના શિયાળુ સત્ર

અખિલેશ-માયાવતીએ કર્યું વન નેશન વન ઇલેક્શનનું સમર્થન, કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

મોદી કેબિનેટે 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવનો NDAમાં સામેલ પાર્ટી સમર્થન કરી રહી છે. બીજી તરફ INDIA ગઠબંધનની કેટલીક પાર્ટીઓએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. બીજી તરફ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.

અખિલેશ-માયાવતીએ કર્યું સમર્થન

'વન નેશન-વન ઈલેક્શન' અંગે બસપાના વડા માયાવતીએ કહ્યું કે આ સિસ્ટમ હેઠળ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે અમારી પાર્ટીનું વલણ સકારાત્મક છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનતાના હિતમાં હોવો જોઈએ.

અખિલેશ યાદવની પાર્ટીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રવિદાસ મલ્હોત્રાએ કહ્યું કે, અમે લોકો ઇચ્છીએ છીએ કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય.

કોંગ્રેસ-ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેની વ્યવહારિકતા પર સવાલ ઉઠાવ્યા છે.'વન નેશન-વન ઈલેક્શન'ના પ્રસ્તાવનો વિરોધ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વ્યવહારુ નથી, તેઓ (ભાજપ) ચૂંટણી આવે ત્યારે ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવે છે. આ માત્ર ભાજપનું ધ્યાન ભટકાવવાનો મુદ્દો છે તે બંધારણની વિરુદ્ધ છે. આ લોકશાહીની વિરુદ્ધ છે, તે સંઘવાદની વિરુદ્ધ છે, દેશ તેને ક્યારેય સ્વીકારશે નહીં.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મે હંમેશા 'વન નેશન વન ઇલેક્શન'નો વિરોધ કર્યો છે. આ સંઘવાદને નષ્ટ કરનારો પ્રસ્તાવ છે. સાથે જ લોકતંત્ર સાથે સમજૂતિ કરે છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને છોડીને કોઇને પણ અલગ ચૂંટણીથી કોઇ સમસ્યા નથી. ઓવૈસીએ કહ્યું કે તે (પીએમ મોદી અને અમિત શાહ) નગરપાલિકા અને સ્થાનિક ચૂંટણીમાં પણ પ્રચાર કરે છે, તેનો અર્થ એવો નથી કે આપણે એક સાથે ચૂંટણી કરાવવાની જરૂર છે. વારંવાર અને સમય સમય પર ચૂંટણી લોકશાહીની જવાબદારીમાં સુધારો કરે છે.

રાજ્યસભા સાંસદ અને TMC નેતા ડેરેક ઓ બ્રાયને 'વન નેશન વન ઇલેક્શન'ને લઇને કહ્યું કે આ લોકતંત્ર વિરોધી ભાજપનો એક સસ્તો હથકંડા છે. TMC સાંસદે સવાલ પૂછ્યો કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી સાથે મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત કેમ ના કરવામાં આવી?

શું ખરેખર એક રાષ્ટ્ર, એક ચૂંટણી શક્ય છે? 

બંધારણમાં અનુચ્છેદ 368 સંસદને બંધારણીય સંશોધન કરવાની શક્તિ આપે છે, સરત એટલી જ છે કે, તેનાથી બંધારણના મૂળભૂત માળખાને નુકસાન ન થાય. એટલે કે, સંસદ બંધારણની મૂળ ભાવનાને બદલી શકે નહીં.  

બંધારણ તો સરકારને સંસોધન કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ સંસોધન માટે ખરડો પસાર કરવો પડે છે. આ ખરડાને સંસદના બંને ગૃહ- લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવો જરૂરી છે. એટલું જ નહીં, જો સંસદના બંને ગૃહોમાંથી આ ખરડો પસાર થઈ જાય છે, તો પણ ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભામાંથી તેને મંજૂર કરાવવું પડે છે. 

આ સમાચાર શેર કરો