મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાષ્ટ્રપતિથી લઇને PM મોદી-રાહુલ ગાંધી સહિતની રાજકીય હસ્તીઓએ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રની ઘરમાં સારવાર ચાલતી હતી. ધર્મેન્દ્રના નિધન પર ર

રાષ્ટ્રપતિથી લઇને PM મોદી-રાહુલ ગાંધી સહિતની રાજકીય હસ્તીઓએ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રની ઘરમાં સારવાર ચાલતી હતી. ધર્મેન્દ્રના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતની રાજકીય હસ્તીઓેએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ધર્મેન્દ્રના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ધર્મેન્દ્રના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યુ, 'પીઢ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી ધર્મેન્દ્રજીનું અવસાન ભારતીય સિનેમા માટે એક મોટું નુકસાન છે. સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક, તેમણે તેમના દાયકાઓ લાંબા શાનદાર કારકિર્દી દરમિયાન અસંખ્ય યાદગાર અભિનય આપ્યા. ભારતીય સિનેમાના એક મહાન વ્યક્તિત્વ તરીકે, તેઓ એક એવો વારસો છોડી ગયા છે જે કલાકારોની યુવા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે X પર આ નિધનને ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. 

અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ, 'છ દાયકા સુધી પોતાના શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી ગયેલા ધર્મેન્દ્રજીનું અવસાન ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અપૂર્ણ નુકસાન છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અમીટ છાપ છોડી.
ધર્મેન્દ્રજી એવા પસંદગીના કલાકારોમાંના એક હતા જેમણે તેમના સ્પર્શેલા દરેક પાત્રને જીવંત બનાવ્યું. આ કલા દ્વારા, તેમણે તમામ વય જૂથોના લાખો દર્શકોના દિલ જીતી લીધા. તેઓ તેમના અભિનય દ્વારા હંમેશા આપણી સાથે રહેશે.ભગવાન તેમના દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.'

ધર્મેન્દ્રના નિધન પર મલ્લિકાર્જુન ખડગે ભાવુક થયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ધર્મેન્દ્રના નિધન ભાવનાત્મક પોસ્ટ કરતા લખ્યું, "ભારતીય ફિલ્મ ઉદ્યોગે આજે એક અમૂલ્ય સિતારો ગુમાવ્યો છે. પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી. 2012 માં પદ્મ ભૂષણથી સન્માનિત, ધર્મેન્દ્રએ દાયકાઓ સુધી સિનેમા પ્રેમીઓના હૃદય પર રાજ કર્યું અને તેમના અસાધારણ અભિનય અને સરળ જીવનથી ઊંડી છાપ છોડી. તેમનું અવસાન એક યુગનો અંત છે. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર અને લાખો ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે."

પ્રિયંકા ગાંધીએ પણ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પાઠવી

યોગી આદિત્યનાથ-અખિલેશ યાદવ અને માયાવતીએ પણ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ, "લોકપ્રિય ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન ખૂબ જ દુઃખદ છે અને કલા અને સિનેમાની દુનિયા માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ!અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે."

અખિલેશ યાદવે ધર્મેન્દ્રને યાદ કરતા લખ્યુ, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વર્ષો સુધી ચમકનારા ધર્મેન્દ્રજીને હંમેશા તેમના સરળ, આકર્ષક વ્યક્તિત્વ અને તેમના સહજ અભિનય માટે યાદ કરવામાં આવશે.

માયાવતીએ પણ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્ર-બિહારના મુખ્યમંત્રીએ પણ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ધર્મેન્દ્રના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ, 'પીઢ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનથી ખૂબ દુઃખ થયું.ભારતીય સિનેમાના "હી-મેન" એ પોતાના શક્તિશાળી અભિનય, ચુંબકીય વ્યક્તિત્વ અને કાલાતીત આકર્ષણથી લોકોના દિલ પર રાજ કર્યું.ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અને તેમના નમ્ર, પ્રેમાળ સ્વભાવને હંમેશા પ્રેમ અને આદર સાથે યાદ કરવામાં આવશે.તેમના આત્માને શાશ્વત શાંતિ મળે.ઓમ શાંતિ.'

રાજ ઠાકરેએ પણ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પાઠવી

મમતા બેનરજીએ પણ ધર્મેન્દ્રને પાઠવી શ્રદ્ધાંજલિ

આ સમાચાર શેર કરો