Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dharmendra Death: Dharmendra Paji merged with Panchatatva, PM Modi said - End of an era

Dharmendra Death: ધર્મેન્દ્ર પાજી પંચતત્વમાં વિલીન, PM મોદીએ કહ્યું - એક યુગનો અંત

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Dharmendra Death: ધર્મેન્દ્ર પાજી પંચતત્વમાં વિલીન, PM મોદીએ કહ્યું - એક યુગનો અંત
સોર્સ : GSTV

પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હિ-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર છવાઈ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. 

App Store

પંચતત્વમાં વિલિન થયા ધર્મેન્દ્ર

બોલિવૂડમાં વીરુ, હિ-મેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. સલમાન, શાહરુખ, અમિતાભ સહિતની અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે X પર આ નિધનને ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.