Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 5 killed as bus falls into gorge in Kunjapuri, Uttarakhand

ઉત્તરાખંડમાં 70 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી, 5 ગુજરાતીઓના મોતની આશંકા

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તરાખંડમાં 70 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી, 5 ગુજરાતીઓના મોતની આશંકા
સોર્સ : GOOGLE

ઉત્તરાખંડના ઋષિકેશ નજીક ટિહરી જિલ્લાના કુંજાપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. કુંજાપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં લગભગ પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ગુજરાતીઓ સામેલ હોવાની જાણકારી મળી રહી છે.

App Store

70 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ

માહિતી અનુસાર આ નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંજાપુરી-હિંડોલાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 30 થી 35 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

કુંજાપુરી મંદિરે દર્શન કરવા ગયા હતા

માહિતી અનુસાર આ બસમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સવાર હતા જેઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં ઘટનાસ્થળે વહીવટી અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંચ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટી થઇ ચૂકી છે.

ટોપિક્સ:bus fallaccidentgstv