Video: હવાઈ ભાડામાં ૭૦૦ ટકા વધારા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, હવાઈ મુસાફરી ન કરો તેવી કરી ટિપ્પણી

હવાઈ મુસાફરી હવે આવશ્યક સેવાઓ પૈકીની એક બની ગઈ છે અને ભાડામાં અસાધારણ વધારો એ બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે. અદાલતમાં અગાઉથી જ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા અને ભાડા નિયંત્રણ માટે નિયમનકારી માર્ગદર્શિકા માંગતી એક અરજી પર સુનાવણી ચાલી રહી છે ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્રના નવા નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આગામી ૧૬ નવેમ્બરે યોજાનારી સુનાવણી દરમિયાન ભારતીય વાયુયન અધિનિયમ, ૨૦૨૪ હેઠળના નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
જાહેરાત






