Video: ભવિષ્યમાં કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની કોર્ટમાં બાંયધરી

સોર્સ: gstv

બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી દ્વારા આપવામાં આવેલી 'લીવ ઇન્ડિયા નોટિસ' સામે અભિનેતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી દરમિયાન ઇમરાન ખાનના વકીલે જણાવ્યું હતું કે અભિનેતાને કોઈ વિરોધ પ્રદર્શનકારી સંગઠન સાથે સંબંધ નથી અને ભવિષ્યમાં કોઈપણ વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવાની બાંયધરી આપવા તેઓ તૈયાર છે. ઇમરાન ખાન પાસે અમેરિકન પાસપોર્ટ અને OCI કાર્ડ હોવાનું પણ કોર્ટમાં જણાવાયું હતું. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે OCI કાર્ડધારક ભારતીય નાગરિકની જેમ વર્તી શકે નહીં અને તેમને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અધિકાર નથી. કોર્ટે ઇમરાન ખાનને ભારતીય નાગરિકતા સ્વીકારવા અંગે પણ સવાલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત