Video: મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

સોર્સ: gstv

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ચક્રવાત મુરાસુને લઈને રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ચક્રવાત સામેની તૈયારીઓ અને સાવચેતીના પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહેસૂલ મંત્રી સુરેશ પૂજારી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત