'એક યુગનો અંત',બોલિવુડના 'હી-મેન' ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન; ફિલ્મ જગતમાં શોકની લહેર

બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઇના વિર્લે પાર્લે સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા છે. મોટા પુત્ર સની દેઓલે મુખાગ્નિ આપી છે. હી-મેનના નામથી જાણીતા એક્ટરના નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.
ન્યૂઝ એજન્સી IANSના સમાચાર અનુસાર, ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પવન હંસ શ્મસાન ઘાટ પર થશે.
અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સ પહોંચ્યા
અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ વિર્લે પાર્લેમાં સ્મશાન પહોંચ્યા છે.
હેમા માલિની- ઇશા દેઓલ પવન હંસ સ્મશાન ઘાટ પહોંચી છે.
કરણ જોહરની ધર્મેન્દ્રના નિધન પર પોસ્ટ
ફિલ્મ ડિરેક્ટર કરણ જોહરે ધર્મેન્દ્રના નિધન પર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યુ, "આ એક યુગનો અંત છે...એક ઘણો મોટો મેગા સ્ટાર...તે ઇન્ડિયન સિનેમાનો એક અસલી લિજેન્ડ છે અને હંમેશા રહેશે...તે સિનેમાના ઇતિહાસના પાનામાં પરિભાષિત અને સમૃદ્ધ રીતે હાજર રહેશે..."
ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી કારકિર્દી
ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ "બોય ફ્રેન્ડ"માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973) અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

