Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shooting of Sanjay Leela Bhansali's much-awaited 'Love and War' has been completed

સંજય લીલા ભણશાલીની અતિ પ્રતીક્ષિત 'લવ એન્ડ વોર' ફિલ્મનું શૂટ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સંજય લીલા ભણશાલીની અતિ પ્રતીક્ષિત 'લવ એન્ડ વોર' ફિલ્મનું શૂટ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ
સોર્સ : gstv

સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત અતિ પ્રતીક્ષિત 'લવ એન્ડ વોર' ફિલ્મનું શૂટ પૂર્ણ થયું હોવાની આધિકારીક જાહેરાત કરવામાં આવી છે.

App Store

ભણસાલી હવે પોસ્ટ પ્રોડક્શન કાર્ય શરૂ કરે તે પહેલા ટીમે ભાવનાત્મક ગૂડબાયનો પ્રસંગ ઉજવી લીધો હતો. ભણસાલીની સૌથી ખર્ચાળ ફિલ્મ ગણાતી 'લવ એન્ડ વોર' આગામી વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની સંભાવના છે. આ ફિલ્મ રાજ કપૂરની ફિલ્મ 'સંગમ' ની રીમેક હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાલીની ફિલ્મ બનાવવાની ધીમી ગતિને કારણે ફિલ્મનું શૂટિંગ ઠેલાતું રહ્યું હતું. તેના કારણે ફિલ્મનાં સમગ્ર શૂટિંગ શેડ્યૂલ તથા સંભવિત રિલીઝ ડેટ પણ લંબાયા હતા. એક તબક્કે તો રણબીર, આલિયા અને વિકીએ આ ફિલ્મની શૂટિંગ ડેટ્સ સાચવવા જતાં અન્ય ફિલ્મોની શૂટિંગ ડેટ્સ સાથે એડજેસ્ટમેન્ટ કરવાં પડે તેવી હાલત સર્જાઈ હતી.

ફિલ્મની વાર્તા રણબીર અને વિકી અભિનિત બે મજબૂત મનોબળ ધરાવતા સૈન્ય અધિકારીઓની આસપાસ ફરે છે, જેમના જીવન આલિયાના પાત્રને સંડોવતા નાટયાત્મક પ્રણય ત્રિકોણમાં અટવાય છે. હવાઈ દળના યુનિફોર્મમાં રણબીર અને વિકીની પડદા પાછળની અનેક તસવીરોએ અત્યારથી સોશિયલ મીડિયા પરના ફેન્સમાં ભારે ઉત્સુકતા સર્જી છે.

'લવ એન્ડ વોર' થી ભણસાલી 'સાવરિયા' પછી રણબીર સાથે તેમજ 'ગંગુબાઈ કાઠિયાવાડી' પછી આલિયા સાથે ફરી કોલબરેટ કરી રહયા છે.