મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video: ટાઇગર શ્રોફ પર ફાઇરિંગ ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટનાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ગંભીર અને નિંદનીય ગણાવી છે. સીએમ ફડણવીસે જણાવ્યું કે મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પૂરાવા પણ મળ્યા છે. આ આધારે આગળની તપાસ ચાલુ છે તથા કેટલાક શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે પોલીસ પડદા પાછળ રહીને આ ષડયંત્ર રચનારા અને દૂરથી આદેશ આપનારા આકાઓ સુધી પણ ચોક્કસ પહોંચશે. મહારાષ્ટ્રમાં સક્રિય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અન્ય આરોપીઓ રાજ્ય કે દેશ બહારથી કામ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો