મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'યુદ્ધ નહીં રાજકીય સંવાદની જરૂરિયાત, PM મોદી ફોન ઉપાડો'; મુફ્તિએ પાકિસ્તાન રાગ આલાપ્યો

ભારતે પહેલગામ હુમલામાં 27 પ્રવાસીઓના મોતનો બદલો પાકિસ્તાનમાં નવ આતંકવા

'યુદ્ધ નહીં રાજકીય સંવાદની જરૂરિયાત, PM મોદી ફોન ઉપાડો'; મુફ્તિએ પાકિસ્તાન રાગ આલાપ્યો

ભારતે પહેલગામ હુમલામાં 27 પ્રવાસીઓના મોતનો બદલો પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને લીધો. ભારતની લશ્કરી કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાન છેલ્લી બે રાત્રિમાં બે ડઝનથી વધુ શહેરો પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન તરફી થયેલા દરેક હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવતા યોગ્ય જવાબ આપ્યો છે. હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે PDP વડા મહેબૂબા મુફ્તીએ શાંતિ રાગ આલાપ્યો છે.

PDPના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે PM નરેન્દ્ર મોદી વિશ્વને યુદ્ધ ન કરવાનું કહે છે. યુક્રેન યુદ્ધ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધનો નહીં, સંવાદનો યુગ છે. PM મોદીએ ત્યારે કહ્યું હતું કે, રાજકીય સંવાદની જરૂરિયાત છે. મહેબૂબા મુફ્તિએ કહ્યું કે, PM મોદીએ ફોન ઉપાડવો જોઈએ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરવી જોઈએ.
 
તેમણે બંને દેશોના નેતાઓને શાંતિ જાળવી વાતચીત માટે અપીલ કરતા કહ્યું કે, લોહી વહાવવાનું બંધ થવું જોઈએ. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોના મોતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પરિસ્થિતિઓમાં મહિલાઓ અને બાળકોનો શું વાંક છે. તેમને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? લશ્કરી કાર્યવાહી ક્યારેય રોગના મૂળ સુધી પહોંચી શકતી નથી. પાકિસ્તાનના હાલાત આમેય ઠીક નથી. એવામાં આ મામલે રાજકીય હસ્તક્ષેપ થવો જોઈએ.

મહેબૂબા મુફ્તીએ તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની અપીલ કરતા કહ્યું કે, પુલવામા હુમલા બાદ બાલાકોટ થયું હતું. એનાથી શું થયું? ભારતે કહ્યું છે કે અમે નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે, ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો. પાકિસ્તાન પણ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાનો અને પૂંછમાં સૈન્ય મુખ્યાલયનો નાશ કરવાનો દાવો કરી રહ્યું છે.
 
મહેબૂબાએ કહ્યું કે હું બંને દેશોના નેતૃત્વને અપીલ કરવા માંગુ છું કે જ્યારે તમારો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો છે તો પછી આપણું લોહી કેમ વહેવડાવવામાં આવી રહ્યું છે. આ લડાઈ બંધ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ સંપન્ન દેશો છે. ભગવાન ના કરે, જો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો આ વિસ્તારમાં કોઈ બચી નહીં શકે.

આ સમાચાર શેર કરો