દિલ્હી કાર વિસ્ફોટમાં પોલીસને મોટી સફળતા, લાલ રંગની ગાડી જપ્ત
દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં મોટી સફળતા મળી છે. ફરીદાબાદ પોલીસને લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર (DL10CK0458) આ

દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં મોટી સફળતા મળી છે. ફરીદાબાદ પોલીસને લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર (DL10CK0458) આગ્રા જિલ્લાના ખંદાવલી ગામ નજીકથી મળી આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ એજ કાર છે, જેના નામ પર દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કર્યું હતું. કારને હાલ રાઉન્ડ અપ કરી લેવાઈ છે અને તેને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને તેની માહિતી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી. જ્યારબાદ પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરૂ કરી હતી. આ કારનું રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે.
ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર પોલીસને મળી
આ કાર 22 નવેમ્બર 2017ના રોજ દિલ્હીના રાજૌરી ગાર્ડન RTOથી રજિસ્ટર્ડ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ કાર ઉમર ઉન નબી ઉર્ફ ઉમર મોહમ્મદના નામે ખરીદાઈ હતી. ઉમર એ જ વ્યક્તિ છે, જે દિલ્હી બ્લાસ્ટ મામલે મુખ્ય શંકાસ્પદમાં સામેલ છે. પોલીસના અનુસાર, ઉમર મોહમ્મદે આ કારની ખરીદી સમયે બનાવટી સરનામાનો ઉપયોગ કર્યો હતો. તેમણે ડોક્યુમેન્ટ્સમાં નોર્થ ઈસ્ટ દિલ્હીના એક ઘરનું સરનામું આપ્યું હતું. દિલ્હી પોલીસે મોડી રાત્રે એ જ એડ્રેસ પર દરોડા પાડ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ વ્યક્તિ ન મળ્યો. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કારને ખંદાવલી ગામમાં કોણે અને ક્યારે છોડી.






