'મારા જેવા વ્યક્તિને વડાપ્રધાન બનાવી દીધો..આ બંધારણની તાકાત';PM મોદીનો દેશના નામે પત્ર
દર વર્ષે 26 નવેમ્બરના રોજ દેશભરમાં બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. આજે આ ખાસ પ્રસંગે, પ્રધા

દર વર્ષે 26 નવેમ્બરના રોજ દેશભરમાં બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. આજે આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દેશવાસીઓને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં, પીએમ મોદીએ બંધારણ પ્રત્યેના તેમના આદર અંગેના પોતાના અનુભવો શેર કર્યા છે.
PM મોદીએ પત્રમાં શું લખ્યુ?
PM મોદીએ પત્રમાં પોતાની રાજકીય સફરને લઇને કહ્યું કે આ અમારા બંધારણની તાકાત છે જેને મારા જેવા વ્યક્તિને,જે એક સામાન્ય અને આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, 24 વર્ષથી વધુ સમય સુધી સતત સરકારનો પ્રમુખ બનાવી દીધો. મને આજે પણ 2014ની તે ક્ષણ યાદ છે જ્યારે હું પ્રથમ વખત સંસદ આવ્યો હતો અને લોકશાહીના સૌથી મોટા મંદિરની સીડીઓ પર માથુ ઝુકાવ્યું હતું.
તે પછી 2019માં ચૂંટણી પરિણામ બાદ જ્યારે હું બંધારણ સદનના સેન્ટ્રલ હોલમાં ગયો તો મે માથુ ઝુકાવ્યું અને સમ્માન તરીકે બંધારણને પોતાના માથા પર મુક્યુ. આ બંધારણે મારા જેવા કેટલાક લોકોને સપના જોવા અને તેના માટે કામ કરવાની તાકાત આપી છે.
બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, ડૉ.બાબા સાહેબ આંબેડકર અને કેટલાક જાણીતા સભ્યોને યાદ કર્યા હતા જેમના વિઝને બંધારણને સારૂ બનાવ્યું. પીએમ મોદીએ બંધારણની 60મી વર્ષગાંઠ દરમિયાન ગુજરાતમાં બંધારણ ગૌરવ યાત્રા અને તેની 75મી વર્ષગાંઠને લઇ સંસદના સ્પેશ્યલ સેશન અને દેશભરમાં થયેલા પ્રોગ્રામ પર વાત કરી હતી જેમાં રેકોર્ડ પબ્લિક પાર્ટિસિપેશન જોવા મળ્યું હતું.








