Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : G-20 Summit: Italian PM Giorgia Meloni meets PM Modi, asks about each other's progress

G-20 Summit: ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં, એકબીજાના ખબર-અંતર પૂછ્યાં

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
G-20 Summit: ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં, એકબીજાના ખબર-અંતર પૂછ્યાં
સોર્સ : GSTV

G-20 Summit: દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી જી-20 શિખર સંમેલન દરમ્યાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલો અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ. આ દરમ્યાન બંને નેતાએ એકબીજાના ખબર અંતર પૂછ્યાં. ઉપરાંત ભારત-ઈટાલીના મજબૂત સંબંધોને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન બંનેએ સંરક્ષણ, સુરક્ષા, વ્યાપાર, ટેક્નોલૉજી અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકયો હતો. તાજેતરમાં રિયો ડી જેનેરો જી-20માં થયેલી તેઓની ચર્ચાનો ઉલ્લેખ કરતા વર્ષ-2025-29 માટે સંયુક્ત રણનીતિક રોડ મેપને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો. 

App Store

બંને નેતાઓએ યુક્રેન સંકટ, જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક વેપાર જેવા મુદ્દાઓ પર પણ વિચાર શેર્સ કર્યા હતા. આ મુલાકાત ભારત-ઈટાલી સંબંધોને મજબૂતીનું પ્રતીક છે. વર્ષ-2024માં જી-7 અને જી-20માં મળેલી બેઠકો પછી આ ત્રીજી પ્રમુખ સામસામે ચર્ચા થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહિષ્કારના ઓઠા હેઠળ ચાલતા સંમેલનમાં પીએમ મોદી અને મેલોનીની સકારાત્મક છબીએ વૈશ્વિક મંચને નવી ઉર્જા આપી હતી. સંમેલન 23 નવેમ્બર સુધી ચાલશે, જ્યાં ગ્લોબલ સાઉથની અવાજ મજબૂત થશે.