Earthquack today: પાડોશી દેશ બાંગ્લાદેશ ભૂકંપથી ધ્રૂજી ઉઠયો, રિક્ટર સ્કેલ ઉપર 5.7ની તીવ્રતા નોંધાતા ડરનો માહોલ

Earthquack today: આજે શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ૫.૭નો ધરતીકંપ થયો હતો તેથી સમગ્ર ઢાકા શહેર તથા બાંગ્લાદેશનાં અન્ય શહેરો રંગપુર અને ઐમાનસિંઘ જેવાં શહેરો પણ ધ્રૂજી ઉઠયાં હતાં.
શુક્રવારે સવારે 10.10 મિનિટ થયેલા આ ભૂકંપને લીધે પશ્ચિમ બંગાળનાં પણ અનેક શહેરોમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. કોલકત્તા, માલ્દા અને નાદિયામાં પણ ધરતીકંપ આંચકા આવ્યા હતા છેક કૂચ વિહાર પણ ધરા ધ્રૂજી ઉઠી હતી. આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર દીનાજપુરમાં પણ ધરતીકંપ આંચકા લાગ્યા હતા.
આ ધરતીકંપને લીધે કોલકત્તામાં પંખા, લાઇટો અને અન્ય નાનાં ફર્નીચર તો હલવા લાગ્યાં હતાં પરંતુ મોટા સોફા પણ હલવા લાગ્યા હતા. યુ.એસ.જીયોલોજિકલ સર્વે જણાવે છે કે આ ભૂકંપનું કેન્દ્ર ઢાકાથી 10 કી.મી. દૂર નરસિંગ ગઢી પાસે હોઈ શકે. ભૂકંપ બહુ તીવ્ર ન હતો. પરંતુ માત્ર 10 કિ.મી.ની ઊંડાઈએ જ થયો હોવાથી તેની અસર વધુ દેખાતી હતી.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ ધરતીકંપને લીધે કોલકત્તામાં જાનમાલની હાની થયું હોવાનું જાણવા મળ્યું નથી. કોઇને ઇજા પણ થઇ નથી. બીજી તરફ કેટલાક નીરીક્ષકો પૂછે છે કે આ ધરતીકંપ આવનારા પ્રચંડ રાજકીય ભૂકંપી પૂર્વ ચેતવણી સમાન તો નથી ને ? તો કોઇ તે સંભાવનાને પુષ્ટિ આપે છે

