Israel news: ઈઝરાયલના સૈન્ય પર હુમલાની ફિરાકમાં રહેલા 5 હમાસના આતંકીઓને IDFએ કર્યા ઠાર

Israel news: ઈઝરાયલ દેશના સૈનિકો પર હુમલાની તૈયારી કરી રહેલા અને સુરંગમાં સંતાયેલા 5 હમાસના આતંકવાદીઓને IDFએ અચાનક હુમલો કરી ત્યાં જ ઠાર કરી નાંખ્યા હતા. ગાઝા પટ્ટીના રફાહમાં ઈઝરાયલી સુરક્ષાદળો IDFએ શુક્રવારે એક મોટી કાર્યવાહી કરતા હમાસના પાંચ સભ્યોની આતંકવાદીની ટુકડીને મોતને ઘાટ ઉતારી હતી. આ ટુકડી હમાસની ધરતીમાં આવેલી સુરંગથી નીકળીને યલો લાઈનથી આગળ વધી રહી હતી અને ઈઝરાયલી સૈન્ય પર હુમલો કરતાની વેતરણમાં હતી.
હવાઈ હુમલામાં આતકંવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા
ઈઝરાયલના સૈન્યએ શંકાસ્પદ હિલચાલ જોતા આતંકવાદીઓની ટુકડી ઓળખાઈ ગઈ હતી ભૂમિદળના નિર્દેશમાં વાયુસેનાએ તરત હવાઈ હુમલો કર્યો, જેમાં તમામ પાંચ આતંકવાદીઓ ઘટનાસ્થળે ઠાર મરાયા હતા. આઈડીએફના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન અત્યંત સાવધાનીથી કરાયું હતું, જેથી નાગરિકોને કોઈ નુકસાન ન થાય. આઈડીએફને આરોપ છે કે, હમાસ સતત યુદ્ધવિરામ કરારનો ભંગ કરી રહ્યું છે. તે સુરંગોનો ઉપયોગ કરી બફર ઝોનમાં ઘૂસણખોરી કરી રહ્યો છે અને ઈઝરાયલી સૈનિકો અને નાગરિકો પર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રફાહમાં હમાસની સેંકડો ટનલ સક્રિય
રફાહ ક્ષેત્રમાં સેંકડો કિલોમીટર લાંબી ટનલ સક્રિય છે, જેનો ઉપયોગ હમાસ શસ્ત્રોની દાણચોરી અને અચાનક હુમલાઓ માટે કરે છે. ઈઝરાયેલી સૈન્યએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે હમાસની બધી પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને કોઈપણ ખતરાને તાત્કાલિક દૂર કરશે. IDF પ્રવક્તાએ કહ્યું, "જ્યારે પણ હમાસ કરાર તોડે છે, ત્યારે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલ તેની સુરક્ષા સાથે સમાધાન કરશે નહીં." આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે હમાસ દક્ષિણ ગાઝામાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવાનું ચાલુ રાખે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી સહાય વધારવાની હાકલ છતાં. ઈઝરાયલે પુનરોચ્ચાર કર્યો કે જ્યાં સુધી હમાસ શરણાગતિ સ્વીકારે નહીં અને બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી આવી કાર્યવાહી ચાલુ રહેશે.

