Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: The most complex surgery was performed at Sterling Hospitals, removing a 3.1 kg tumor from a patient's liver

Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં દર્દીના લીવરમાંથી સૌથી જટિલ સર્જરી કરી 3.1 કિલોની ગાંઠ કાઢવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં દર્દીના લીવરમાંથી સૌથી જટિલ સર્જરી કરી 3.1 કિલોની ગાંઠ કાઢવામાં આવી
સોર્સ : GSTV

Ahmedabad news: સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં 44 વર્ષીય દર્દીની લીવરની સૌથી જટિલ સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. આ દર્દી રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ આવ્યો હતો અને અહીં તેને લીવરમાં 3.1 કિલોની ગાંઠ હતી, જેના લીધે પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો. એટલું જ નહીં આ ગાંઠના કારણે દર્દીની કિડની પણ ખસી ગઈ હતી. આવી ક્રિટિકસલ કંડિશનમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડૉ. હિતેશ ચાવડા એન્ડ મેડિકલ ટીમે તેની સર્જરી કરી હતી. દર્દીની આ વન ઓફ ધ રેર એન્ડ ક્રિટિકલ સર્જરી હતી જે 10 કલાક સુધી ચાલી હતી. જોકે, બાદમાં સ્ટર્લિંગની મેડિકલ ટ્રિટમેન્ટના લીધે સફળતા પૂર્વક આ સર્જરી થઈ ગઈ હતી અને દર્દીને નવજીવન મળ્યું હતું. 

App Store

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના ડૉ. હિતેશ ચાવડાએ આ સર્જરી અંગે વધુમાં જણાવ્યું કે અમારી ટીમમાં સ્પેશિયલાઈઝ્ડ ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ છે, જેની મદદથી જ આ પ્રકારની સૌથી રેર કંડિશનમાં સર્જરી અમે સફળતાથી કરી અને દર્દીને નવજીવન આપ્યું. દર્દીને નોન કૅન્સરસ બેનાઈન હેમેન્જિઓમા હતું. જેને આપણે લોહીની ગાંઠ કહી શકીએ. તેમના લીવરના જમણા ભાગમાં આ ફેલાઈ ગઈ હતી. દર્દી વ્યવસાયે પશુપાલક હતા, તેવામાં શરીરના બાંધાને જોતા જલદીથી આ પ્રકારની ગાંઠ ડિટેક્ટ પણ ન થઈ શકે. દર્દી શરૂઆતમાં તો પેટના દુઃખાવાની તકલીફ સાથે જ અમારા પાસે આવ્યો હતો. બાદમાં અમે સ્કેન કર્યા અને જાણ થઈ કે તેમને તો લીવરના જમણા ભાગમાં મોટી ગાંઠ છે. 

ડૉ. હિતેશ ચાવડાએ કહ્યું કે સૌથી મોટી ચેલેન્જ તો અમારા માટે આ સર્જરીને કેવી રીતે પ્લાન કરવી એની જ હતી. એવી કંડિશનમાં દર્દી આવ્યા હતા કે જો સર્જરી દરમિયાન કઈપણ ઓછુ-વત્તુ થાય તો તેમને જીવને પણ જોખમ હતો. પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલ્સનો શરૂઆતથી જ એક જ અપ્રોચ છે એ છે પેશન્ટ ફર્સ્ટ. અમે આ દર્દીને ફરીથી નોર્મલ જીવન જીવી શે એના માટે સર્જરી પ્લાનિંગ કર્યું અને મેડિકલ ટીમ સાથે મળીને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી દીધી હતી. 

આ તમામ તૈયારીઓ પછી અમે સર્જરી શરૂ કરી અને નોનસ્ટોપ 10 કલાક સુધી એ ચાલી હતી.  દર્દી 10 કલાકની સર્જરી બાદ ગણતરીની મિનિટોમાં ભાનમાં આવી ગયા હતા. ત્યારપછી તેમને ICUમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા હતા અને તેમની કંડિશનમાં પણ ઘણો સુધાર આવ્યો હતો. તેઓ એકદમ સ્વસ્થ જણાઈ રહ્યા હતા.

લીવરમાં ગાંઠ કેવી રીતે થાય? બચવા શું કરવું?
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડૉ. હિતેશ ચાવડાએ જણાવ્યું કે દર્દીને આ ગાંઠ જન્મજાત હોઈ શકે છે. પરંતુ આનું ડિટેક્શન એટલે જલદી ન થયું કારણ કે આવી ગાંઠ વધવામાં ઘણો સમય લાગે છે. શરૂઆતમાં સામાન્ય પેટમાં દુઃખાવો થાય જે સમય સમય પર વધતો જાય. દર્દીઓ મોટાભાગે પેટના દુઃખાવાને અવગણી નાખે અને પછી સામાન્ય જીવન જીવવા લાગે છે. પરંતુ જો વધારે સમયયાંતરે આ જ તકલીફ થતી હોય તો એકવાર સ્કેન કરાવી લેવું જોઈએ. કારણ કે લીવરમાં ગાંઠ જો આટલી મોટી થઈ જાય તો પછી દર્દીને જીવનું જોખમ પણ થઈ શકે છે. ઘણીવાર તો ગાંઠ એટલી મોટી થઈ જાય અને પછી અંદર જ તેમાં હેમરેજ થઈ જાય છે. આ દર્દીની કંડિશન વિશે જણાવું તો લીવરમાં ગાંઠને કારણે તેની કિડની પણ ખસી ગઈ હતી. તો આવી કંડિશન વધારે વકરે નહીં એના માટે સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.