VIDEO: પાટણમાંથી નકલી ઘી બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ
VIDEO: છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાંથી નકલીનો કારોબાર સામે આવી રહ્યો છે. બે દિવસ અગાઉ કડીમાંથી નકલી તેલ બનાવતી ફેકટરી ગુજરાત ફુડ વિભાગે ઝડપી હતી, જ્યારે આજે પાટણ શહેરમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેકયરી ઝડપી લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ LCB એ બાતમીને આધારે સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ-અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા હતા. વેપારીઓ અને ગ્રાહકોને ગાયનું શુદ્ધ ઘી બતાવીને નકલી ઘી પધરાવી દેવાતું હતું. એક વર્ષમાં પાટણ SOG અને LCB એ અનેકવાર બાતમીના આધારે સફળ રેડ કરી છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ નકલી ઘી લગ્ન સમારોહ અને આગામી તહેવારોમાં પૂરું પાડવામાં આવવાનું હતું. જે ગ્રાહકોના પેટમાં ગયા બાદ વિવિધ બિમારીઓને નોતરવા સક્ષમ હતુ. જો કે, પોલીસે નકલીના કારોબારને પકડીને સંચાલકોની મેલી મુરાદ પર ઠંડું પાણી રેડી દીધું હતું.

