'કેટલાક 'કોસી'ને બિહારની ચૂંટણી નજરે જોશે', દિલ્હીમાં સાંસદ આવાસના ઉદ્ધાટન બાદ PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં બાબા ખડગસિંહ માર્ગ પર સાંસદો માટે બનાવવામાં આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં બાબા ખડગસિંહ માર્ગ પર સાંસદો માટે બનાવવામાં આવેલા ૧૮૪ નવા ટાઇપ-VII બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સાંસદો માટે આધુનિક, પર્યાવરણને અનુકૂળ અને પર્યાપ્ત આવાસોની અછતને પૂર્ણ કરવાનો છે. આ પ્રસંગે PM મોદીએ પરિસરમાં સિંદૂરનો છોડ રોપ્યો, બાંધકામમાં સામેલ કામદારો સાથે વાર્તાલાપ કરવા સાથે સભા સંબોધિત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, આજે મને સંસદમાં મારા સાથીદારો માટે એક રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરવાનો સૌભાગ્ય મળ્યું. ચાર ટાવરના નામ છે - કૃષ્ણા, ગોદાવરી, કોસી અને હુગલી, જે ભારતની ચાર મહાન નદીઓના નામ પરથી રાખ્યું છે. કેટલાક લોકોને ટાવરનું નામ કોસી રાખવામાં અસુવિધા થશે. તેઓ તેને નદી તરીકે નહીં, પરંતુ બિહારની ચૂંટણીની નજરે જોશે.
આધુનિક અને આત્મનિર્ભર હાઉસિંગ કોમ્પ્લેક્સ
પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ફ્લેટ વિશે વાત કરીએ તો, આ નવા ટાઇપ-VII રહેણાંક સંકુલને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવામાં આવ્યું છે, જેમાં સાંસદોની રહેણાંક અને સત્તાવાર જરૂરિયાતો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજધાનીમાં મર્યાદિત જમીનને ધ્યાનમાં રાખીને, બહુમાળી ઇમારતોનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો, જેથી જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ પણ ઓછો રહે.
વિશાળ અને આરામદાયક ફ્લેટ
દરેક ફ્લેટનો કાર્પેટ એરિયા લગભગ 5,000 ચોરસ ફૂટ છે, જેમાં ઓફિસ, સ્ટાફ માટે અલગ રહેઠાણ અને રહેવાની જગ્યાનો સમાવેશ થાય છે. સરકારી માહિતી અનુસાર, આ ફ્લેટ ટાઇપ-VIII બંગલા કરતા કદમાં મોટા છે, જેને સરકારી આવાસની શ્રેષ્ઠ કેટેગરી માનવામાં આવે છે. આ ઇમારતમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યું છે. તેને GRIHA 3-સ્ટાર રેટિંગ મળ્યું છે. બધી ઇમારતો આધુનિક માળખાકીય ધોરણો અનુસાર ભૂકંપ-પ્રતિરોધક બનાવવામાં આવી છે. સાંસદો અને તેમના પરિવારોની સલામતી માટે મજબૂત સુરક્ષા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે.






