PM મોદીએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. PM મોદીએ દિવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે.
PM મોદીએ દિવાળીની શુભેચ્છા પાઠવી
PM મોદીએ ટ્વીટ કરતા દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. PM મોદીએ ટ્વીટમાં લખ્યુ, "દેશવાસીઓને દિવાળીની અનેકાનેક શુભકામનાઓ. પ્રકાશના આ દિવ્ય ઉત્સવ પર હું દરેક કોઇના સ્વસ્થ, સુખમય અને સૌભાગ્યપૂર્ણ જીવનની પ્રાર્થના કરૂં છું. માં લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી બધાનું કલ્યાણ થાય."
ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દિવાળીની શુભકામના પાઠવી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને દિવાળીની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ, અજ્ઞાનરૂપી અંધકાર થી જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિના પાવન પર્વ દીપાવલી ની આપ સૌને હાર્દિક શુભકામના.આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે તેમજ જન-જનના મનમાં હકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના."








