મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO :'PM MODI ક્યારેય દેશ હિતના નિર્ણયો લઈ શકતા નથી,  ઈઝરાયલ- અમેરિકા કહેશે તેમ કરશે'; રાહુલ ગાંધી

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાનની વિદેશ નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કેન્દ્ર સરકરાનીક વ્યૂહનીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે,પીએમ મોદી એટલું જ કરે છે જે અમેરિકા અને ઈઝરાયલ તેમની પાસે કરાવવા માંગે છે. મોદી ક્યારેય પણ ભારતના હિતના નિર્ણયો લઈ જ નથી શકતા. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.  ખેડૂતોના હિતમાં, ભારતના હિતમાં કામ નહીં કરે. દેશની વિદેશ નીતિ કોમ્પ્રોમાઈઝ્ડ છે. કારણ કે PM MODI પોતે કોમ્પ્રોમાઈઝ્ડ  છે, અમેરિકા ઈઝરાયલ કરાવવા માંગે છે  એટલું જ કરે છે.

હાલ પોઝિશન શું છે. આનાથી કેટલું નુકસાન થશે લોકોને. હજુ તો શરૂઆત થઈ છે. એલપીજી, પેટ્રોલ, ખાતર બધામાં તકલીફ પડશે. કોવિડ જેવો સમય આવશે. કોવિડમાં કેટલા લોકો મર્યા હતા. લોકોની શું હાલાત થઈ હતી. ખેડૂતોને શું હાલાત થઈ જોઈ લેજો.

પીએમ મોદી સંપૂર્ણ ટ્રમ્પના નિયંત્રણમાં

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની વિદેશ નીતિ હવે વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વિદેશ નીતિ બની ગઈ છે અને તેની આપણે અસર પણ જોઈ રહ્યા છીએ. ભારતની વિદેશ નીતિ એક મજાક બની ગઈ છે. આખી દુનિયા તેને મજાક માની રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનો પણ રાહુલે આક્ષેપ કર્યો છે.

રાહુલ ગાંધીએ ચેતવણી આપી

કોંગ્રેસ સાંસદે ચેતવણી સાથે કહ્યું કે, ‘પીએમ મોદી સંપૂર્ણ ટ્રમ્પના નિયંત્રણમાં છે. ટ્રમ્પને સંપૂર્ણ ખબર છે કે, પીએમ મોદી શું કરવાના છે અને શું નથી કરવાના. જો વડાપ્રધાનની સ્થિતિ નબળી પડીતો દેશની વિદેશ નીતિ પણ નબળી પડી જશે.’ વડાપ્રધાન મોદીએ સંસદમાં આપેલા ભાષણ મુદ્દે રાહુલે કહ્યું કે, ‘અમેરિકા સાથે વેપાર સમજૂતી કરી દીધી, કાલે સંસદમાં અર્થહીન ભાષણ આપ્યું, જેમાં વડાપ્રધાન તરીકે કોઈપણ ચોક્કસ વલણ જોવા મળ્યું નથી.’

સામાન્ય નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે : રાહુલ ગાંધી

તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના આ ભાષણોના કારણે સામાન્ય નાગરિકોએ મુશ્કેલી સામનો કરવો પડશે, જેમ કે એલપીજી અને પેટ્રોલની વધતી કિંમતો. રાહુલ ગાંધીએ યાદ અપાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્તમાન સ્થિતિને કોરોના સાથે જોડીને રજૂ કરી છે, જોકે તેમણે એ કહ્યું નથી કે, કોવિડ વખતે કેટલા લોકોના મોત થયા અને કેટલી સમસ્યાઓ થઈ.’

આ સમાચાર શેર કરો