મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચીન જશે PM મોદી, SCO સમીટમાં ભાગ લેશે; ગલવાન ઘાટી સંઘર્ષ બાદ પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનના પ્રવાસે જશે. જાપાનનો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી છે જ

ચીન જશે PM મોદી, SCO સમીટમાં ભાગ લેશે; ગલવાન ઘાટી સંઘર્ષ બાદ પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનના પ્રવાસે જશે. જાપાનનો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી છે જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે.

PM મોદી જાપાન-ચીનના પ્રવાસે જશે

વડાપ્રધાન મોદી 30 ઓગસ્ટે જાપાન માટે રવાના થશે જ્યાં તે જાપાની વડાપ્રધાન ફુમિયો કિશિદાની સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે રણનીતિક, આર્થિક અને ટેકનિકલ સહયોગને આગળ વધારવા પર ચર્ચા થવાની સંભાવના છે.

પૂર્વ લદ્દાખના ગલવાનમાં 2020માં બન્ને દેશની સેનાઓ વચ્ચે અથડામણ બાદ પીએમ મોદીનો આ પ્રથમ ચીન પ્રવાસ હશે. આ પ્રવાસ ભારત અન ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને સારા બનાવવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને હશે.વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત થનારી SCO સમિટમાં ભાગ લેશે.


ચીન-ભારતનો સંબંધો સુધારવા પ્રયાસ

અમેરિકા દ્વારા એપ્રિલમાં ટેરિફ વૉરની જાહેરાત બાદથી ચીન ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પણ તેને સકારાત્મક સંકેત આપ્યો છે. ચીનની સરકારે અવારનવાર ભારત સાથે વેપાર સંબંધો સુધારવાના નિવેદનો આપ્યા છે. હાલમાં થોડા સમય પહેલાં જ વિદેશ મંત્રી ચીન ગયા હતાં. તેઓ એસસીઓ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેવા બેઈજિંગ ગયા હતાં.

આ સમાચાર શેર કરો