‘અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ’, PM મોદીએ ચીનને આપ્યો જવાબ
ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. કેટલાક દિવસ પહેલા ચીનની સર

ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. કેટલાક દિવસ પહેલા ચીનની સરકારે અરૂણાચલના વિવિધ સ્થળોના 30 નામની ચોથી યાદી જાહેર કરી હતી. ચીનની આ નાપાક હરકત પર પીએેમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂંમાં પીએમ મોદીએ કહ્યું, "અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હતો અને હંમેશા રહેશે."
પીએમ મોદીએ સેલા ટનલનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ અરૂણાચલ પ્રદેશમાં બનેલી 'સેલા ટનલ'ના મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે આ દુનિયાની સૌથી લાંબી ડબલ-લેન ટનલ છે, તેમણે કહ્યું કે આ એક વાસ્તવિક રણનીતિક ગેમ ચેન્જર છે, જે તવાંગના દરેક વાતાવરણમાં કનેક્ટિવિટી પ્રદાન કરે છે.
પૂર્વ-ઉત્તર ભારતના વિકાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વિસ્તાર નવા ભારતની સૌથી મોટી સફળતાની કહાનીના રૂપમાં ઉભર્યું છે.
જાણકારી અનુસાર આ સુરંગને કારણે ચીની સરહદ સુધીનું અંતર લગભગ 10 કિમી સુધી ઓછું થઇ ગયું છે. આ LAC (લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ)ની નજીક બનેલી છે, જેનાથી ચીન સરહદ સુધી જલ્દી પહોંચી શકાશે.
કાલ્પનિક નામ રાખી દેવાથી વાસ્તવિકતા નથી બદલાય
ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થળોના નામ બદલવાની કવાયતને ભારત ફગાવતું રહે છે. ભારતનું કહેવું છે કે આ રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામ રાખી દેવાથી આ વાસ્તવિકતામાં કોઇ બદલાવ નહીં આવે.
અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાગ્ય ભાગ- એસ જયશંકર
કેટલાક દિવસ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનની ટિકા કરતા કહ્યું હતું, "ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના વિસ્તારના નામ બદલવાના પ્રયાસથી આ વાતનો ઇનકાર ના કરી શકાય કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે, તેમણે કહ્યું કે અરૂણાચલ પ્રદેશ ભારતીય રાજ્ય હતો, છે અને ભવિષ્યમાં પણ રહેશે. જયશંકરે કહ્યું કે નામ બદલવાથી કઇ નહીં મળે. જો હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું તે મારૂ થઇ જશે?








